- હરિવંશ રાય બચ્ચનની 113 મી જન્મજયંતિ
- અમિતાભ બચ્ચને તેમના પિતાને કર્યા યાદ
- ટ્વિટર પર લખી આ ખાસ વાતો
મુંબઈ: બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને તેમના પિતા અને પ્રખ્યાત કવિ હરિવંશ રાય બચ્ચનની જન્મજયંતિ પર તેમને યાદ કર્યા હતા. બિગ બીએ શુક્રવારે ટ્વિટર પર તેના પિતાની એક તસવીર શેર કરી હતી. અને તેની સાથે તેણે થોડીક પંક્તિઓ પણ લખી છે.
અમિતાભ બચ્ચને ટ્વિટ કર્યું કે, હું મહાન કવિતા લખવા માગું છુ મહાકાવ્ય નહી. પરંતુ તેમણે મહાન કાવ્ય જ ન લખ્યું, પરંતુ આત્મકથાના રૂપમાં મહાકાવ્ય પણ રચી છે. ગધ્યાત્મક મહાકાવ્ય મહાકાવ્યમાં પર ચરીત્ર થાય છે આમાં પોતાનું ચરીત્ર છે. ભારતના સૌથી વધારે લોકપ્રિય કવિમાં બચ્ચનજીનું નામ સુરક્ષિત છે
બિગ બીએ એક અન્ય ટ્વિટમાં કહ્યું કે, “27 નવેમ્બર 2020 પૂજ્ય બાબુજી ડો. હરીવંશ રાય બચ્ચનજીની 113 મી જન્મજયંતિ પર તેમને કોટી કોટી પ્રણામ.” હુ કલમ અને બંદુક બંન્ને ચલાવું છું. દુનિયામાં આવા લોકો ઓછા જોવા મળે છે. જો હું આને છુપાવીને રાખવાનું જાણતો તો દુનિયા મને સાધુ સમજતી. મારો નિષ્કપટ વ્યવહાર જ બન્યો છે મારો દુશ્મન – બચ્ચન
હરીવંશ રાય બચ્ચન એક પ્રખ્યાત કવિ હતા. તેનો જન્મ 27 નવેમ્બર 1907 ના રોજ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના બાબુપટ્ટી ગામમાં થયો હતો. તેણે અનેક પુરુસ્કારોથી નવાજવામાં આવ્યા છે.તેમની 1935 માં છપાયેલી’મધુશાલા’આજે પણ લોકો યાદ કરે છે. આ પુસ્તકના લખાણોથી સાહિત્યિક જગતને એક અલગ ઓળખ મળી હતી.
આ સિવાય હરિવંશ રાય બચ્ચનને ‘દો ચટ્ટાને’ માટે હિન્દી કવિતા માટે સાહિત્ય એકેડેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકાર દ્વારા 1976 માં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
_Devanshi