Site icon Revoi.in

અમિત શાહ જ ભાજપ અધ્યક્ષ તરીકે રહેશે યથાવત, નિયમ નહીં આવે આડે!

Social Share

નવી દિલ્હી: લોકસભાને લઈને વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ માટે ઈલેક્શન વિનિંગ મશીન બનેલા અમિત શાહ ગૃહ પ્રધાનની સાથે પાર્ટી અધ્યક્ષ તરીકે પણ યથાવત રહે તેવી શક્યતા છે. આગામી હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હી વિધાનસભા ચૂંટણીથી પહેલા ભાજપ અધ્યક્ષની ખુરશીને લઈને પાર્ટી કોઈપણ પ્રકારનો ખતરો ઉઠાવવાના મૂડમાં નથી. અમિત શાહના રાષ્ટ્રીય અધ્યક્ષની ખુરશી પર બેઠા બાદથી સંગઠનમાં કાયમ થયેલો જોશ અને પરિણામોને કારણે ભાજપના કાર્યકર્તાઓમાં પેદા થયેલો જોશ પાર્ટી જાળવી રાખવા ચાહે છે.

ભાજપના વિશ્વસ્ત સૂત્રોને ટાંકીને એક ન્યૂઝચેનલની વેબસાઈટે પોતાના અહેવાલમાં કહ્યુ છે કે આજના તબક્કામાં અમિત શાહમાં તે ક્ષમતા છે કે તે અતિવ્યસ્ત ગૃહ મંત્રાલય સાથે 11 કરોડ સદસ્યોવાળી દેશની સૌથી મોટી પાર્ટીને એકસાથે ચાલી શકે છે. નવા અધ્યક્ષ કોણ હશે?રાષ્ટ્રીય સ્તરે એક કદ્દાવર પદાધિકારી પહેલા આ સવાલ પર હળવું સ્મિત વિખરે છે અને બાદમાં કહે છે કે ચર્ચાઓ જે પણ હોય, જ્યાં સુધી તેમને મહિતી છે કે અધ્યક્ષજી (અમિત શાહ) હજીપણ પદ પર યથાવત રહેશે. આ બધું તેમના ઉપર જ નિર્ભર છે.

ભાજપમાં એક વ્યક્તિ-એક પદ સિદ્ધાંત લાગુ થવાની વાત કહેવામાં આવે છે. મતલબ કે સંગઠનમાં રહેતા સરકારમાં ભૂમિકા નિભાવી શકાય નહીં. પરંતુ પાર્ટીના સપ્ટેમ્બર-2012ના સંશોધન બાદ તૈયાર થયેલા નવા બંધારણમાં આનો કોઈ લેખિત ઉલ્લેખ મળતો નથી. ભાજપની વેબસાઈટ (bjp.org) પર રહેલા 46 પૃષ્ઠોના બંધારણમાં આમ તો રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈને સ્થાનિક પદાધિકારીઓની ચૂંટણી તક કે નિયમ-કાયદા નોંધાયેલા છે.

પરંતુ આમા અધ્યક્ષ પદ માટે ક્યાંક એક વ્યક્તિ-એક પદ સિદ્ધાંતની શરતો જોવા મળતી નથી. ભાજપની વેબસાઈટ પર રહેલું આ બંધારણ, સપ્ટેમ્બર-2012માં નવેસરથી તૈયાર થયું હતું. ભાજપની મે-2012માં મુંબઈ થયેલી રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં અધ્યક્ષને ત્રણ-ત્રણ વર્ષના બે કાર્યકાળ આપવાનો પ્રસ્તાવ પારીત થયો હતો. જેને સપ્ટેમ્બર-2012માં સૂરજકુંડની બેઠકમાં મંજૂરી મળી હતી.

પહેલા માત્ર ત્રણ વર્ષના એક કાર્યકાળ સુધી જ કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ રહી શકતા હતા. જો કે 2014માં જ્યારે રાજનાથસિંહ મોદી કેબિનેટમાં સામેલ થયા, તો તેમણે અધ્યક્ષ પદ છોડી દીધું હતું. સૂત્ર જણાવી રહ્યા છે કે આ કેસ ટૂ કેસ મામલો હોઈ શકે છે. જરૂરી નથી કે જે પહેલા થતું હોય, તે આ વખતે અમિત શાહના મામલામાં પણ થાય.

ભાજપના દિલ્હી પ્રદેશ એકમના એક પદાધિકારીને ટાંકીને આ મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી મને ખ્યાલ છે, ભાજપના મૂળ બંધારણમાં તો એક વ્યક્તિ-એક પદ સિદ્ધાંજ જેવી વાત કહેવામાં આવી હતી. પરંતુ બની શકે કે 2012માં ત્રણ વર્ષના એક જ કાર્યકાળની જેમ આ નિયમને પણ હટાવી દેવામાં આવ્યો હોય.

સૂત્રો એમ પણ કહે છે કે 2014માં પાર્ટીના ખજાનચી હોવા છતાં પિયૂષ ગોયલ પ્રધાન બન્યા હતા. એ અલગ વાત છે કે બાદમાં તેમણે કોષાધ્યક્ષના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાના અહેવાલ આવ્યા હતા. તો પાર્ટીની વેબસાઈટ પરથી કોષાધ્યક્ષ તરીકે તેમનું નામ હટાવી દેવાયું. હાલ ભાજપના સત્તાવાર રીતે કોષાધ્યક્ષ કોણ છે, તેને લઈને સંશય કાયમ છે.