Site icon Revoi.in

NDAના સંસદીય દળના નેતા તરીકે મોદીએ બંધારણ સામે નમાવ્યું શીશ, અમિત શાહે કહ્યુ- સફળ રહ્યો નરેન્દ્ર મોદી એક્સપેરિમેન્ટ

Social Share

અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સંસદીય દળ અને એનડીએના સંસદીય દળના નેતા તરીકેની વરણીનું ઔપચારીક એલાન કર્યું હતું. એનડીએના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીએ સંસદમાં બંધારણના પુસ્તકની સામે માથું નમાવ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે તે આ નવી યાત્રા માટે સંકલ્પબદ્ધ છે.

આ ઘોષણા કરતી વખતે અમિત શાહે કહ્યુ હતુ કે આ જનાદેશ જનતાના પ્રચંડ સમર્થનની અભિવ્યક્તિ છે. 17 રાજ્યોમં 50 ટકાથી વધારે વોટ અમને મળ્યા છે. અમિત શાહે કહ્યુ છે કે દેશના તમામ ભાગમાંથી અમને આશિર્વાદ મળ્યો છે.

અમિત શાહે કહ્યુ હતુ કે જનાદેશ આપણા દેશની ખૂબસૂરતીને દર્શાવે છે. અમારી સરકારે 22 કરોડ પરિવારોના જીવનસ્તરને ઉપર ઉઠાવ્યું છે. તેમણે કહ્યુ છે કે આ સરકારમાં લોકોને ગેસ, વીજળી, શૌચાલય મળ્યા છે. ભાજપ અધ્યક્ષે કહ્યુ છે કે દેશની જનતાએ નરેન્દ્ર મોદી પર ભરોસો વ્યક્ત કર્યો છે. દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિએ પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

અમિત શાહે કહ્યુ છે કે દેશની ચૂંટણીમાં મહદઅંશે પરિવારવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણ જોવા મળતા હતા. પરંતુ આ ચૂંટણીમાં જનતાએ પરિવારવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણને બહારનો રસ્તો દેખાડી દીધો છે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છે કે જે પ્રકારે મોદીજીએ પાંચ વર્ષ શાસન ચલાવ્યું તેને દેશની જનતાએ સ્વીકાર્યું છે. તેઓ કહે છે કે દેશની જનતાએ નરેન્દ્ર મોદી એક્સપેરિમેન્ટનો મનથી ફરી એકવાર સ્વીકાર કર્યો છે. આ પ્રયોગ સફળ રહ્યો છે.

અમિત શાહે કહ્યુ છે કે જનતાના મનમાં એક ટીસ હતી કે આતંકવાદ પર નક્કર કાર્યવાહી થઈ નથી. મોદીજીના આવ્યા બાદ જનતાને વિશ્વાસ થયો કે હવે એક નેતા એવો આવ્યો છે કે જે આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને કાર્યવાહી કરી શકે છે.