લોકસભામાં શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. અમિત શાહે આનો જવાબ આપવો પડયો હતો.
અમિત શાહે જ્યારે જવાબ આપવાનું શરૂ કર્યું, તો તેમણે કોંગ્રેસને કાશ્મીર મામલે ખૂબ ખરીખોટી સંભળાવી. તેમણે ભારત-પાકિસ્તાન વિભાજન, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ચાલ્યા જવાને લઈને કોંગ્રેસને નિશાને લીધી હતી. સંબંધોનમાં જ્યારે અમિત શાહે ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું નામ લીધું, તો કોંગ્રેસના સાંસદોએ ખૂબ હંગામો કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યુ છે કે કોંગ્રેસના કારણે દેશનું વિભાજન ધર્મના આધારે થયું. જો કંગ્રેસ આમ કરત નહીં, તો આજે આતંકવાદનો મુદ્દો જ હોત નહીં અને ન તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર આપણાથી અલગ હોત. અમિત શાહે કહ્યુ છે કે કોંગ્રેસ અમને ઈતિહાસ શિખવાડે નહીં.
તેમણે કહ્યુ છે કે ત્યારે 600થી વધારે રજવાડા હતા. પરંતુ ત્યારના ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દરેક રજવાડાને હિંદુસ્તાનમાં સામેલ કરાવ્યા. તેમણે કહ્યુ છે કે હૈદરાબાદ અને જૂનાગઢના રજવાડા, હિંદુસ્તાનમાં આવવાથી ઈન્કાર કરી રહ્યા હતા. પરંતુ આ મુદ્દો સરદાર પટેલની પાસે હતો, માટે કોઈ મુશ્કેલી થઈ નહીં.
અમિત શાહે કહ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો આખરે કોની પાસે હતો, આજે ત્યાં કલમ-370 લાગુ છે. બસ અમિત શાહનું આટલું કહેતાની સાથે જ કોંગ્રેસના સાંસદોએ હંગામો શરૂ કરી દીધો અને અમિત શાહનો વિરોધ કરવા લાગ્યા હતા.
બીજી તરફ અમિત શાહે પણ પલટવાર કર્યો હતો. અમિત શાહે કહ્યુ હતુ કે અમે તેમનું નામ કેમ લઈએ નહીં, જ્યારે તેમની જ ભૂલને આજે આખા દેશે ભોગવવી પડી રહી છે. તેની વચ્ચે કોંગ્રેસના સતત હંગામા બાદ અમિત શાહે કહ્યુ છે કે ચાલો અમે તેમનું નામ નથી લેતા. પરંતુ અમિત શાહે તેમના માટે પ્રથમ વડાપ્રધાન શબ્દનો ઉપયોગ કર્યો અને તેના પછી હંગામો થયો હતો.
મહત્વપૂર્ણ છે કે અમિત શાહે શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને લંબાવવાનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કર્યો હતો. પરંતુ કોંગ્રેસની તરફથી બોલતા મનીષ તિવારીએ આનો વિરોધ કર્યો હતો.