Site icon hindi.revoi.in

લોકસભામાં અમિત શાહનું ભાષણ, કલ-370 અસ્થાયી હોવા સહીત કાશ્મીર પર કહી 5 મહત્વની વાત

Social Share

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે લોકસભામાં પોતાનું પહેલું ભાષણ આપ્યું છે. તે વખતે અમિત શાહે ગૃહને અનુરોધ કર્યો કે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસનની અવધિને છ માસ માટે લંબાવવામાં આવે. અમિત શાહે કાશ્મીર પર આપવામાં આવેલા ભાષણમાં પાંચ મહત્વની વાત કહી છે.

ભારત વિરોધીઓમાં ભય છે, રહેશે અને વધશે

અમિત શાહે કહ્યુ છે કે જેમના મનમાં જમ્મુ-કાશ્મીરમાં આગ લગાવવાની મનસા છે, કાશ્મીરને ભારતથી અલગ કરવાની કોશિશ કરવાની મનસા છે. ભાગલાવાદ ઉભો કરવાની મનસા છે. તેમના માટે હું કહેવા ચાહું છું કે હા તેમના મનમાં હવે ભય છે, રહેશે અને આગળ વધશે. તેમણે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરની જનતાનું કલ્યાણ અમારી પ્રાથમિકતા છે, તેમને વધારે પણ આપવું પડયું તો આપવામાં આવશે, કારણ કે તેમણે ઘણું દુખ સહન કર્યુ છે. કાશ્મીરની જનાને વિકાસ અને ખુશી આપવા માટે અમારી સરાકરે ઘણાં બધાં પગલા ઉઠાવ્યા છે.

ચૂંટણી પંચ કહેશે ત્યારે કાશ્મીરમાં ચૂંટણી

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને અમિત શાહે કહ્યુ છે કે જ્યારે ચૂંટણી પંચ કહેશે ત્યારે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવામાં આવશે. આજે વર્ષો બાદ ચૂંટાયને આવેલા પંચ અને સરપંચ ગ્રામપંચાયતોનો વિકાસ કરી રહ્યા છે. આ જમ્હુરિયત છે. તેમણે કહ્યુ છે કે અમે ઈન્સાનિયત, જમ્હુરિયત અને કાશ્મીરિયતની નીતિ પર ચાલી રહ્યા છીએ.

દેશનો વિરોધ કરવામાં કાશ્મીરિયત નથી

અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થાપના માટે કાશ્મીરિયતનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યુ કે કાશ્મીરિયત ખૂન વહેવાડાવામાં નથી. કાશ્મીરિયત દેશના વિરોધમાં નથી. કાશ્મીરિયત દેશની સાથે જોડાયેલા રહેવામાં છે. કાશ્મીરિયત કાશ્મીરની ભલાઈમાં છે. કાશ્મીરની સંસ્કૃતિને બચાવવામાં છે.

કાશ્મીરની ચિંતા કરનારી સરકાર

અમિત શાહે પોતાની સરકારને કાશ્મીરની ચિંતા કરનારી સરકાર ગણાવી છે. તેમણે કહ્યુ છે કે આજ સુધી પંચાયતોને પંચ અને સરપંચ ચૂંટવાનો અધિકાર જ આપવામાં આવ્યો ન હતો. માત્ર ત્રણ જ પરિવારો આટલા વર્ષ સુધી કાશ્મીરમાં શાસન કરતા રહ્યા. ગ્રામ પંચાયત, નગર પંચાયત બધાનું શાસન તે કરે અને સરકાર પણ તે ચલાવે. આમ કેમ થવું જોઈએ? અમિત શાહે કહ્યુ કે જમ્મુ-કાશ્મીરની આવામને અમે પોતાની માની છે, તેમને અમારા ગળે લગાવવા ચાહીએ છીએ. પરંતુ તેમા પહેલેથી જે શંકાનો પડદો નાખવામાં આવ્યો છે, તે આમા સમસ્યા પેદા કરી રહ્યો છે.

કલમ-370 કાયમી નથી, હંગામી છે

ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યુ છે કે કાશ્મીરમાં કલમ-370 અસ્થાયીપણે લગાવવામાં આવી છે અને તે સ્થાયી નથી. આવું શેખ અબ્દુલ્લા સાહેબની સંમતિથી કરવામાં આવ્યું છે. કાશ્મીરને લઈને અમારા એપ્રોચને લઈને કોઈ પરિવર્તન થયું નથી. જે પહેલા હતું, તે આગળ પણ રહેશે.

Exit mobile version