Site icon hindi.revoi.in

રજાના દિવસે પણ ગૃહ મંત્રાલય પહોંચ્યા અમિત શાહ, અધિકારીઓ સાથે ફરીથી કરી બેઠક

Social Share

અમિત શાહના ગૃહ પ્રધાન બન્યા બાદ સૌની નજરો ગૃહ મંત્રાલય પર મંડાયેલી છે. આજે મોટાભાગના સરકારી કાર્યાલયોમાં ઈદની રજા છે. પરંતુ તેમ છતાં અમિત શાહ બુધવારે ગૃહ મંત્રાલય પહોંચ્યા હતા. બુધવારે પણ અમિત શાહે મંત્રાલયમાં સતત બેઠકો કરી અને અધિકારીઓ સાથે ઘણાં મુદ્દાઓ પર વાતચીત કરી છે.

મહત્વપૂર્ણ છે કે અમિત શાહનો ગૃહ પ્રધાન તરીકે ગૃહ મંત્રાલયમાં આજે પાંચમો દિવસ છે. અમિત શાહ પદ સંભાળતા જ ઘણાં એક્શનમાં છે અને બેઠકો સતત ચાલી રહી છે. અમિત શાહ ગત ચાર દિવસમાં કાશ્મીરના મામલે ત્રણ બેઠકો કરી ચુક્યા છે.

અત્યાર સુધી ગૃહ મંત્રાલયમાં ગત ચાર દિવસોમાં અમિત શાહે પહેલા જ દિવસે તમામ 22 વિભાગોનું પ્રેઝન્ટેશન લીધું હતું. બાદમાં ત્રણ જૂને આંતરીક સુરક્ષા પર મોટી બેઠક પણ કરી હતી. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે આઈબી ચીફ અને રૉ ચીફ પણ હાજર હતા. જણાવવામાં આવે છે કે આ બેઠકોમાં કાશ્મીરને લઈને વિગતવાર ચર્ચા થઈ છે.

મહત્વપૂર્ણ છે કે અમિત શાહે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે પણ મુલાકાત કરી હતી. જેમાં કાશ્મીર ખીણની હાલની સ્થિતિ બાબતે વાતચીત થઈ હતી. આ ઘટનાક્રમ વચ્ચે અહેવાલ છે કે સરકાર જમ્મુ-કાશ્મીરમાં રાજકીય પરિસીમન કરાવે તેવી શક્યતા છે. જો કે બાદમાં અહેવાલને ગૃહ મંત્રાલયે નકાર્યા હતા.

તેના સિવાય પણ અમિત શાહ ઘણાં અન્ય કેન્દ્રીય પ્રધાનો સાથે પણ બેઠક કરી ચુક્યા છે. જેમાં તેમણે પેટ્રોલ સાથે જોડાયેલી મુશ્કેલીઓ, નજીકના ભવિષ્યમાં શરૂ થનારી અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઈને વાત કરી હતી.

મહત્વપૂર્ણ છે કે અમરનાથ યાત્રા પહેલી જુલાઈથી શરૂ થઈ રહી છે. તેવામાં ગૃહ પ્રધાન તરીકે અમિત શાહ સામે સૌથી મોટો પડકાર હાલ તે જ છે. ઘણીવાર આ યાત્રા આતંકવાદીઓના નિશાને આવી ચુકી છે. તેવામાં સરકાર આ વખતે ફરીથી સતર્ક છે.

Exit mobile version