Site icon Revoi.in

મોદી સરકારે 8 સમિતિઓની કરી પુનર્રચના, અમિત શાહ તમામ કમિટીઓમાં સદસ્ય

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આઠ મુખ્ય કેબિનેટ સમિતિની પુનર્રચના કરી છે. આ સમિતિઓમાં નિયુક્તિ સમિતિ, નિવાસ સમિતિ, આર્થિક મામલાની સમિતિ, સંસદીય કાર્ય સમિતિ, રાજકીય મામલાની સમિતિ, સુરક્ષા સમિતિ, રોકાણ અને વિકાસ સમિતિ અને રોજગાર તથા કૌશલ્ય વિકાસ સમિતિનો સમાવેશ થાય છે.

પુનર્ગઠન બાદ તમામ આઠ સમિતિઓની સાથે ગૃહ પ્રધાન અમિત શાહે મુલાકાત કરી છે. ગૃહ પ્રધાન અમિત શાહને તમામ સમિતિઓના સદસ્ય બનાવવામાં આવ્યા છે. જ્યારે વડાપ્રધાન મોદી નિવાસ સમિતિ અને સંસદીય કાર્ય સમિતિને છોડીને બાકીની છ સમિતિઓના સદસ્ય છે.

નિયુક્તિ સમિતિમાં પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સામેલ છે. જ્યારે નિવાસ સમિતિમાં સડક પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને રેલવે પ્રધાન પિયૂષ ગોયલ સામેલ છે.

મોદી આર્થિક મામલાની સમિતિના અધ્યક્ષ

મહત્વપૂર્ણ છે કે આર્થિક મામલાની સમિતિ સંદર્ભે વાત કરીએ, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના અધ્યક્ષ હશે, જ્યારે ગૃહ પ્રધાન અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, પિયૂષ ગોયલ, રાજનાથસિંહ, ડી. વી. સદાનંદ ગૌડા, નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમરત કૌર બાદલ, ડૉ. એસ. જયશંકર અને ધર્મેન્દ્ર પ્રધાન તેના સદસ્ય છે.

સંસદીય કાર્ય સમિતિમાં ગૃહ પ્રધાન અમિત શાહ, નિર્મલા સીતરમણ, રામવિલાસ પાસવાન, નરેન્દ્ર તોમર, રવિશંકર પ્રસાદ, થાવરચંદ ગહલોત, પ્રકાશ જાવડેકર અને પ્રહલાદ જોશી સામેલ છે. રાજકીય મામલાની સમિતિમાં પીએમ મોદી, અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, રામવિલાસ પાસવાન, નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમરત કૌર બાદલ, ડૉ. હર્ષવર્ધન, પિયૂષ ગોયલ, અરવિંદ ગણપત સાવંત, પ્રહલાદ જોશી સામેલ છે.

સુરક્ષા મામલાઓની સમિતિ

સુરક્ષા મામલાની સમિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર તેના સદસ્ય છે.

રોકાણ અને વિકાસ સમિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, નિર્મલા સીતારમણ, નરેન્દ્ર તોમર, પિયૂષ ગોયલ, રમેશ પોખરિયાલ નિશંક,  ધર્મેન્દ્ર પ્રધાન, મહેન્દ્રનાથ પાંડે, સંતોષકુમાર ગંગવાર અને હરદીપસિંહ પુરી સામેલ છે.

રોજગાર અને કૌશલ વિકાસ સમિતિ


રોજગાર અને કૌશલ વિકાસ સમિતિના સદસ્યોની વાત કરીએ, તો પીએમ મોદી, અમિત શાહ, નિર્મલા સીતારમણ, નરેન્દ્ર તોમર, પિયૂષ ગોયલ, રમેશ પોખરિયાલ નિશંક, ધર્મેન્દ્ર પ્રધાન, મહેન્દ્રનાથ પાંડેય, સંતોષકુમાર ગંગાવર અને હરદીપસિંહ પુરી તેના સદસ્ય હશે.

મહત્વપૂર્ણ છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર 353 બેઠકોની સાથે સત્તામાં પાછી ફરી છે. નવા કેબિનેટના સદસ્યોએ 30મી મેના રોજ શપથ લીધા હતા અને આગામી દિવસે પોતાનો પદભાર પણ ગ્રહણ કર્યો હતો.