Site icon Revoi.in

પ.બંગાળમાં રાજકીય હિંસા: રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ ગૃહ પ્રધાન, પીએમ સાથે કરી મુલાકાત

Social Share

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો મામલો તૂલ પકડતો જઈ રહ્યો છે. સોમવારે રાજ્યના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મીડિયા અહેવાલ મુજબ, રાજ્યપાલે ગૃહ પ્રધાનને રાજ્યમાં રાજકીય હિંસા અને હાલની પરિસ્થિતિ પર 48 પૃષ્ઠોનો એક રિપોર્ટ સોંપ્યો છે.

ગૃહ પ્રધાન સાથેની મુલાકાત બાદ રાજ્યપાલે કહ્યુ હતુ કે આ એ શિષ્ટાચાર મુલાકાત હતી અને તેમણે પીએમ તથા ગૃહ પ્રધાનને રાજ્યની સામાન્ય સ્થિતિની જાણકારી આપી છે. અમિત શાહ સાથે મુલાકાત પહેલા તેમણે વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરી હતી.

આ પહેલા પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની વણસતી સ્થિતિને લઈને એડવાઈઝરી જાહેર કર્યાના એક દિવસ બાદ ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે આંતરીક સુરક્ષાના મામલા પર એક ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતા.

માનવામાં આવે છે કે બેઠકમાં પ.બંગાળમાં રાજકીય હિંસાના મામલે ખાસ ચર્ચા થઈ હતી. બેઠક સમાપ્ત થયા બાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ સોમવારે પોતાના કેબિનેટની બેઠક કરી હતી.

ગૃહ પ્રધાન અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલની મુલાકાત ગણી મહત્વપૂર્ણ છે, કારણ કે ભાજપના પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાસ વિજયવર્ગીય સહીતના ઘણાં નેતાઓ રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લગાવવાની માગણી કરી ચુક્યા છે. વિજયવર્ગીયે કહ્યુ છે કે પરિસ્થિતિ નહીં સુધરે તો પાર્ટી રાષ્ટ્રપતિ શાસનની માગણી કરશે. ભાજપના સાંસદ સૌમિત્ર ખાને પણ રાજ્યમાં અનુચ્છેદ-356નો ઉપયોગ કરીને મતા બેનર્જીની સકરારને બરખાસ્ત કરવાની માગણી કરી છે.

અમિત શાહ પહેલા ત્રિપાઠીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેને તેમણે શિષ્ટાચાર ભેંટ ગણાવી હતી. તેમણે કહ્યુ હતુ કે તેઓ વડાપ્રધાન મોદીને ચૂંટણીમાં મળેલી જીત પર અભિનંદન આપવા જઈ ર્યા છે. ત્રિપાઠીએ ક્હયુ હતુ કે તેમણે પાંચથી છ દિવસ પહેલા પીએમ સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો. પહેલા અટકળો હતી કે રાજ્યપાલ વડાપ્રધાનને પ. બંગાળની સ્થિતિને લઈને પોતાનો રિપોર્ટ આપે તેવી શક્યતા છે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદની હિંસા અને તણાવને લઈને ભાજપ અને ટીએમસી આમને-સામને છે. બસીરહાટમાં પોતાના કાર્યકર્તાઓની હત્યા અને પાર્ટી કાર્યાલય સુધી તેમના મૃતદેહને લઈ જવા નહીં દેવાતા, તેની વિરુદ્ધ ભાજપ પશ્ચિમ બંગાળમાં કાળો દિવસ મનાવી રહ્યું છે. ભાજપ પશ્ચિમ બંગાળમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. મુખ્યપ્રધાનના નિવાસસ્થાનની બહાર પણ વિરોધ પ્રદર્શન કરાયા છે. તેવામાં બસીરહાટમાં આજે બંધનું એલાન આફવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણી વખતે પશ્ચિમ બંગાળમાં હિંસા થઈહતી. રાજ્યમાં લગભગ દરેક તબક્કાના મતદાન વખતે હિંસા થઈ હતી.