- ચીન સાથેના તણાવ વચ્ચે સેના પ્રમુખ નરવણે લદ્દાખન મુલાકાતે
- સ્થિતિનું કરશે નિરિક્ષણ
ચીન એ ફરી એકવાર ભારત સાથે દગો કર્યો છે , પૂર્વી લદાખ વિસ્તારમાં પેંગોંગ તળાવ નજીક વિતેલી 29-30 ઓગસ્ટની રાત્રે ચીની સૈનિકોએ ફરીથી ઘૂસણખોરીનો પ્રયાસ કરીને કરાર તોડવાનો પ્રયત્નો કર્યો. જોકે, આ પ્રયાસને ભારતીય સૈન્યના સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન બંને દેશોના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું.
લદ્દાખ બોર્ડર પર ભારત-ચીનવચ્ચે તણાવ યથાવત છે. ત્યારે ભારત અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે આર્મી ચીફ જનરલ એમએમ નરવણે આજે સવારે લદ્દાખ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ દક્ષિણ પેંગોંગ અને અન્ય સ્થળોએ જઈને પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યુ હતું
ચીન તણાવ વચ્ચે સેનાના પ્રમુખ એવા નરવણે લદ્દાખની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે તણાવની આ સ્થિતિમાં નરવણેનું લદ્દાખમાં પહોંચવું મહત્વનું માનવામાં આવી રહ્યું છે, તેઓ અહીં જમીની સ્થિતિનું નિરિક્ષણ કરી રહ્યા છે,સેનાનું મનોબળ વધારવા તેઓ સીધા જ ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા અને આગળ શું કાર્યવાહી કરવી તે બાબતે જીણવટભર્યું નિરિક્ષણ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, સેનાની આ સ્થિતિમાં ખુબ જ મોટી અને મહત્વની ભૂમિકા છે.
ચીનની ગતિવિધિઓ પર સેના બાજ નજર રાખીને બેઠી છે ત્યારે સેનાનું મનોબળ વધારવા અને સ્થિતિનું નિરિક્ષણ કરવા નરવણેનું લદ્દાખ પહોંચવું ખુબ જ અગત્યનું મનાઈ રહ્યું છે.
સાહીન-