- લદ્દાખ સીમા પર પ્રથવ મખત મહિલા ડોક્ટરની તૈનાતી
- દેશભરમાંથી સેનિકોને લદ્દાખ સીમા પર તૈનાત કરાયા છે
- સૈનિકોના પરિક્ષણ માટે ડોક્ટોરોની નિમણુંક કરવામાં આવે છે
- અત્યાર સુધી માત્ર સુરુષ ડોક્ટરો હતા
લદ્દાખ સીમાને લઈને ચીન સાથે સતત તણાવ વચ્ચે ભારત-તિબેટીયન બોર્ડર પોલીસે પ્રથમ વખત લદાખમાં મહિલા ડોકટરોને તૈનાત કર્યા છે. લેહથી સેનાને આગળ મોકલવાથી લઈને આગળની જગ્યાઓ પર તેમની દેખભાળ રાખવા માટે આઈટીબીપીની મહિલા ડોક્ટરોને દરેક પ્રકારના ચાર્જ સોપવામાં આવ્યા છે.
સીમા પર તણાવપૂર્ણ સ્થિતિને જોતા આઈટીબીપીએ પોતાની માનક સંચાલન પ્રક્રિયામાં બદલાવ કર્યો છે, આ પહેલા કોઈ મહિલા અધિકારીઓને આવી જગ્યાઓ પર તૈનાત કરવા માટેની પરવાનગી નહોતી આપવામાં આવતી, ત્યારે હવે આટીબીપી એ લિગં ભેદની પરવાહ કર્યા વગર કેટલાક અઠવાડીયા પહેલા મહિલા ડોક્ટર અને અને અન્ય સાથી કર્મીઓને લદ્દાખ મોકલ્યા હતા.
આ મહિલા અધિકારીઓને સૈનિકોની તબીબી જરૂરિયાતો અને સંભાળ સોંપવામાં આવી છે. સૈનિકોની સહાયતા માટે વિવિધ વ્યૂહાત્મક સ્થળોએ તબીબો અને અન્ય પેરામેડિકલ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે. ફાર્માસિસ્ટ્સ અને નર્સિંગ સહાયકોને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વ્યાપકપણે સ્ટાફની તૈનાતી કરવામાં આવી છે. અધિકારીઓએ દાવો કર્યો છે કે અગાઉ, ફક્ત પુરૂષ ડોકટરોને વાસ્તવિક નિયંત્રણ રેખા પાસેની પોસ્ટ પર મોકલવામાં આવતા હતા.
લેહ સ્થિત સૈન્ય મથક પર દેશભરમાંથી એનક સૈનિકોની તૈનાતી કરવામાં આવી છે.અહીં તેમને કડક તબીબી પરીક્ષણમાંથી પસાર થવું પડે છે, ત્યાર બાદ તેમને ફિટનેસ પ્રમાણ પત્ર મળે છે, હવે આ સર્ટિફિકેટ આપવાની જવાબદારી મહિલા ડોક્ટર કાત્યાયની શર્માને સોપાઈ છે, તેમના પાસે લેહ સેનાની ચોકીઓની અન્ય તબીબી સેવાઓની જવાબદારી પણ છે, ડો શર્મા પર માત્ર ફિટ સૈનિકોને આગળ સ્થાન સુધી પહોંચાડવાની જવાબદારી છે, ડો,શર્મા દ્વારા છેલ્લી મંજુરી મળ્યા બાદ પ્રથમ ટૂકડીને તપાસના ત્રણ ચરણોમાંથી પસાર થવું પડે છે.
લેહમાં ચીન તણાવ ઉપરાંત કોરોનાનું પણ જોખમ જોવા મળે છે.આઇટીબીપીએ દેશભરમાંથી લેહ પહોંચતા સૈનિકો માટે ખાસ એક બેસ બનાવ્યો છે, જ્યાં તેઓ નિશ્ચિત સમયગાળા માટે સજ્જ રહે છે. અહીં સૈનિકોએ ચાર સ્તરની શારીરિક તપાસમાંથી પસાર થવું પડે છે.લેહમાં, સૈનિકોએ શરિરના તાપમાનનું પરીક્ષણ, રક્ત પરીક્ષણ સહિત અન્ય ગંભીર તપાસમાંથી પસાર થવું પડે છે.
સાહીન-