1. Home
  2. revoinews
  3. અમેરિકાનું એલાન, ચીન સાથેની લડાઈમાં અમે ભારત સાથે
અમેરિકાનું એલાન, ચીન સાથેની લડાઈમાં અમે ભારત સાથે

અમેરિકાનું એલાન, ચીન સાથેની લડાઈમાં અમે ભારત સાથે

0

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈને તણાવ વધ્યો છે. ત્યારે આગામી દિવસોમાં જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થશે તો અમેરિકાની સેના ભારતનો સાથ આપશે તેમ વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું. તેમજ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ચીનને એશિયામાં દાદાગીરી કરવા દેવામાં નહીં આવે. ચીનના કારણે અમેરિકા સહિત દુનિયાના દેશોને ક્ષતિ થઈ હોવાનું અમેરિકાના પ્રમુખ્ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું.

વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડેજે જણાવ્યું હતું કે, અમે ચીન કે કોઈ બીજાને સૌથી શક્તિશાળી કે પ્રભાવી દળ હોવાના સંદર્ભમાં કમાન ન સોંપી શકીએ. અમેરિકાએ દક્ષિણ ચીન સાગરમાં પોતોના બે વિમાન વાહક યુદ્ધ જહાજ મોકલ્યાં છે. અમારું મિશન એ સુનિશ્ચિત કરવાનું છે કે દુનિયા એ જાણે કે અમારી પાસે હજુ પણ દુનિયાનું ઉત્કૃષ્ટ દળ છે.

દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે, કોરોના વાયરસની મહામારીને કારણે અમેરિકા, યુરોપ અને ભારત સહિતના દેશોની અર્થવ્યવસ્થાને લગભગ અટકી ગઈ છે. ચીને કોવિડ-19 વિશે પહેલા જાણકારી કેમ ન આપી અને સમગ્ર દુનિયામાં વાયરસને ફેલવા દીધો તેવો સવિલ પણ ટ્રમ્પે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે ચીનની 59 જેટલી મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો ત્યારે અમેરિકા સહિતના દેશોએ ભારતના નિર્ણયને સમર્થન આપ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.