Site icon Revoi.in

કોરોનાવાયરસ સામે લાચાર થતું અમેરિકા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ માટે મોટો પડકાર

Social Share

અમદાવાદ: કોરોનાવાયરસની બીમારી હાલ વિશ્વના તમામ દેશો માટે એવું સંકટ બનીને ઉભી છે જેની સીધી અસર દેશના અર્થતંત્ર પર જોવા મળી રહી છે, કોરોનાવાયરસની સામે તો હાલ વિશ્વની મહાસત્તા અમેરિકા પણ લાચાર હોય તેવું લાગી રહ્યું છે.

કારણ છે કે કોરોનાવાયરસના બાદ અમેરિકા પર મોટું સંકટ તૂટી પડ્યુ હોય તેવી હાલત થઈ ગઈ છે. અમેરિકાની અર્થવ્યવસ્થામાં 33 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને બેરોજગારી દર પણ 15 ગણો વધી ગયો છે. અમેરિકામાં એપ્રિલથી જૂન સુધીમાં ઘરેલું ઉત્પાદન 33 ટકા ઘટી ગયું છે જે ઐતિહાસિક છે અને 14 લાખથી વધારે અમેરિકનોએ બેરોજગારી ભત્થા માટે અરજી કરી છે.

આ વાતથી કહી શકાય કે અમેરિકાની જીડીપીમાં 33 ટકાનો ઘટાડો થયો છે, બેરોજગારીનો દર 14.7 ટકા થઈ ગયો છે.

મહત્વનું છે કે અમેરિકામાં કોરોનાવાયરસના કેસનો આંક 50 લાખની નજીક પહોંચવા આવી ગયો છે અને તે ડરના કારણે કંપનીમાં કે ઓફિસમાં લોકોને બોલાવતા પણ ડર લાગી રહ્યો છે. હાલ અમેરિકા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા અમેરિકાને અને અમેરિકન લોકો માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે જેમાં એચ-1બી વિઝા ધારકોને નોકરી ન આપવાના નિર્ણય પર પણ સહીં કરી દેવામાં આવી છે.

અમેરિકાની સરકાર માટે હાલ સૌથી મોટો પડકાર છે કે કોરોનાવાયરસના સંક્રમણમાંથી દેશને મુક્ત કરવો. આ ઉપરાંત પણ અમેરિકા માટે ચીન અને ચીન સાથેનો ટ્રેડવોર તો માથાનો દુખાવો છે. અમેરિકાના અર્થતંત્રને લઈને અમેરિકાના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે અમેરિકાની ઈકોનોમીમાં ખૂબ જલ્દીથી સુધારો આવશે અને અમેરિકામાં જલ્દીથી બધું નોર્મલ થઈ જશે.

_Vinayak