Site icon hindi.revoi.in

ઈમરાન ખાનનું અમેરિકા પર નિવેદન: કહ્યુ અમેરિકા અમારા પર ઈઝરાયલને માન્યતા આપવા  દબાણ કરી રહ્યું છે

Social Share

અમદાવાદ: આર્થિક રીતે કંગાળ અને ચીન તથા સાઉદીના રૂપિયા પર જીવતુ પાકિસ્તાન હવે અમેરિકા પર નિશાન સાધી રહ્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી હમણા જ અમેરિકા પર નિશાન સાધતા કહ્યું કે અમેરિકા અમારા ઉપર ઇઝરાયલને માન્યતા આપવા માટે દબાણ કરી રહ્યું છે પણ પાકિસ્તાન ઈઝરાયલને માન્યતા આપવા બાબતે પીછેહઠ કરવા તૈયાર નથી.

ઈમરાન ખાને તે પણ કહ્યું કે અમેરિકા જે દેશોને પાકિસ્તાન પર દબાણ કરવા કહી રહ્યું છે તે દેશો સાથે પાકિસ્તાનના સારા સંબંધ છે.

પાકિસ્તાનની મીડિયામાં ઈમરાન ખાને આપેલા આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે પહેલા પેલેસ્ટાઇનનો મામલો ઉકેલીએ પછી ઈઝરાયલની માન્યતા વિશે વિચાર કરવા તૈયાર થશું

ઈમરાન ખાનને અમેરિકા અને ઈઝરાયલના સંબંધને લઈને પ્રશ્ન પુછવામાં આવતા મીડિયાને કહ્યું કે આ અંગે બે મંતવ્યો નથી કે ઇઝરાઇલનો અમેરિકા પર ઘણો જ પ્રભાવ છે અને કોઈ પણ આ વાતને નકારી શકે નહીં. ટ્રમ્પના કાર્યકાળમાં આ વધુ બન્યું છે.

જો વાત કરવામાં આવે ઈઝરાયલની માન્યતાની તો યુએઇ અને બહેરીનની સાથે સુદાન પણ ઇઝરાયલને માન્યતા આપી ચૂક્યું છે અને સાઉદી અરેબિયા જલ્દીથી આ માર્ગને અનુસરી શકે છે. યુએઈ અને બહેરિનમાં ઇઝરાઇલની દૂતાવાસ આગામી કેટલાક દિવસોમાં ખુલી જશે.

ઇમરાને કહ્યું- જ્યાં સુધી પેલેસ્ટાઇનનો મામલે ઉકેલવામાં નહીં આવે ત્યાં સુધી અમે અન્ય કોઈ બાબતે વિચાર કરી નહીં શકીએ. ઈમરાનના આ નિવેદનના પેલેસ્ટાઇનના વડાપ્રધાન મહેમૂદ અબ્બાસે વખાણ કર્યા છે.

_Vinayak

Exit mobile version