Site icon Revoi.in

“આતંકીઓના નિશાને અમરનાથ યાત્રા, ષડયંત્રમાં પાકિસ્તની સેના પણ સામેલ”

Social Share

પાકિસ્તાન હંમેશા ભારત દેશની શાંતિ ભંગ કરવા ઊભે પગે રહેતું હોય છે ત્યારે ફરી એક વાર પાકિસ્તાને અમરનાથ યાત્રા પર નિશાન સાધ્યુ હતું પરંતુ સેનાના જવાનોએ પાકિસ્તાનના પ્રયત્નો પર પાણી ફેરવ્યું હતું અને આતંકવાદીઓને માત આપી હતી .

સેના અને કાશમીર પોલીસની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે કે કાશમીર અને એલઓસી પર પરિસ્થિતી કંટ્રોલમાં છે અને પાકિસ્તાનના દરેક નાકામ ઈરાદાઓને નિષ્ફળ કરવામાં આવી રહ્યા છે,સેના વધુંમાં જણાવ્યું કે કેટલીક જગ્યાઓ પર બ્લાસ્ટ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ સમય રહેતા સેનાના જવાનોએ તેને નિષ્ફળતામાં ફેરવી નાખ્યા હતા.

સુરક્ષાદળે અમરનાથ યાત્રામાં થનારા મોટા આતંકી હુમલાને માત આપી છે, સીઆરપીએફ, જમ્મુ-કાશમીર પોલીસ અને સેનાએ શુક્રવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ વિશે જાણકારી આપી છે ,આ કોન્ફરન્સ સમય દરમિયાન અધિકરીઓએ જણાવ્યું કે અમરનાથમાં યાત્રીઓ પર સ્નાઈપરથી હુમલો કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ આતંકવાદીઓના આ નાપાક ઈરાદાઓ પુરા થાય તે પહેલાજ ભારતીય સેનાના જવાનોએ તેને નિષ્ફળ કર્યા હતા, સેનાએ જણાવ્યું કે પાકિસ્તાન સેના હમેંશા કાશમીરની શાંતિ ભંગ કરવાના પ્રયત્નો કરતી રહી છે ત્યારે કેટલીક વાર સર્ચ ઓપરેશન દરમિયાન બારુદી સુરંગોની પણ ભાળ મળી છે પરંતુ તેમના દરેક પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે, સેનાના અધિકારીએ જણાવ્યું કે કાશમીરના તળેટીઓ પર સ્થિતિમાં સુધારો જોવા મળે છે અને આતંકીઓની સંખ્યા પણ ઓછી થતી જોવા મળી છે.

ચિનાર કૉપ્સ કમાડંર લેફ્ટિનેટ જનરલ કેજેએસ  ઢીલ્લોને જણાવ્યું કે સુરક્ષાદળોને અમરનાથ યાત્રાના રસ્તાઓ પર આતંકીઓના ઠેકાણા પરથી સર્ચ ઓપરેશન વખતે અમેરીકન સ્નાઈપર રાઈફલ એમ-24 મળી આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે મારી દરેક માતા અને બહેનોને વિનંતી છે કે તમારા બાળકો પર ધ્યાન આપજો ,જો તમારું બાળક 500 રુપિયા લઈને પત્થર ફેકે છે તો તે આવતીકાલનો આતંકી છે,અત્યાર સુધી પકડવામાં આવેલા અને મરનારા 83 ટકા આતંકીઓ આજ પ્રકારના હતા, તેમણે કહ્યું કે અમરનાથ યાત્રાના રસ્તામાં દુરબીનની સાથે સાથે રાઈફલ પણ મળી આવી છે.

ત્યાર બાદ જમ્મુ અને કાશમીરના ડીજીપી દિલબાગ સિંહએ જણાવ્યું કે “આતંકવાદીઓ જમ્મુ કાશમીરમાં ઘુસણખોરી કરવાના પ્રયત્ન કરતા રહેતા હોય છે પરંતુ સુરક્ષાદળોએ તેઓને નાકામ કર્યા છે અમે ઈચ્છે છીએ કે કાશમીરના યૂવાનો અમારી મદદે આવે અને આતંકવાદીઓની મદદ ન કરે અને તેમના માતા-પિતા પણ તેમને સારી શિક્ષા આપે અને સાચી દિશા બતાવે અને જે લોકો ત્રાસવાદીના સાથે હાથ મિલાવી ચુક્યાછે તેઓ પણ પોતાના પરિવાર પાસે પરત ફરે”

આ પછી આઈજી કાશમીરે કહ્યું કે આઈઈડી ધમાકાઓથી સાવચેત રહેવાની જરુર છે કારણ કે ઘણા પાકિસ્તાની મોડ્યૂઅલ આ પ્રકારની હરકતો કરતા હોય છે,હાલમામ જ પુલવામા અને શોપિયામાં 10 જગ્યોઓ પર  પ્રકારના પ્રયત્નો કરાયા હતા,આ ઘટનામાં 7 લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી જેમાં જેશના આતંકવાદીઓ પણ સામેલ હતા, પાછલા બે દિવસમાં આ પ્રકારના બે આતંકીઓને પકડવામાં આવ્યા છે.

સીઆરપીએફના એડીજીએ કહ્યું કે આ વર્ષે અમરનાથ પ્રવાસ શાંતિપૂર્ણ રહ્યો છે. અનેક વાર આતંકવાદીઓ  આતંક ફેલાવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ ટેકનોલૉજીના ઉપયોગથી અને સુરક્ષાદળોના સહયોગથી તે નાકામ થયા હતા તેમણે વધુમાં કહ્યું હતુ કે જે ત્રાસવાદીઓ સાથે જોડાયેલા છે અને આત્મ સમર્પણ કરવા માગે છે તે લોકો માટે દરવાજા ખુલ્લા છે.