Site icon Revoi.in

બાબા બર્ફાનીની પહેલી તસવીર આવી સામે, 1 જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા

Social Share

આ વર્ષની અમરનાથ યાત્રાને શરૂ થવામાં હજી બે માસનો સમય બાકી છે. પરંતુ આના પહેલા જ બાબા બર્ફાનીની ગુફાની તસવીરો સામે આવી છે. કેટલાક શિવભક્તોનો દાવો છે કે તેમણે આ વર્ષ અમરનાથની યાત્રા કરીને બરફથી બનેલા શિવલિંગના દર્શન કર્યા છે. ભક્તો મુજબ, આ વખતે શિવલિંગનો આકાર ગત વર્ષોની સરખામણીએ કંઈક મોટો છે. મહત્વપૂર્ણ છે કે આ વર્ષે પહેલી જુલાઈથી પવિત્ર અમરનાથ ગુફા માટે યાત્રા શરૂ થવાની છે અને 15મી ઓગસ્ટ સુધી જાહેર રહેશે.

અમરનાથની યાત્રા કરનારા ભક્તો મુજબ, જાહેર કરવામાં આવેલી તસવીર ચાર દિવસ પહેલાની છે. તેમનો દાવો છે કે 20થી 25 એપ્રિલ વચ્ચે આઠ લોકોની એક ટુકડીએ બાબા બર્ફાનીના દર્શન કર્યા અને આ તસવીરો લીધી છે. તેના પ્રમાણે ગુફાના માર્ગમાં હજીપણ દશથી પંદર ફૂટ બરફ જામેલો છે. આ વર્ષે થયેલી બેશુમાર બરફવર્ષાને કારણે બાબા બર્ફાનીનો આકાર પણ પહેલા કરતા મોટો દેખાઈ રહ્યો છે. આ સિવાય પાર્વતીમાતા અને ભગવાન ગણેશનો આકાર પણ પહેલાની સરખામણીએ મોટો દેખાઈ રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી અમરનાથ શ્રાઈન બોર્ડના કોઈપણ અધિકારી પવિત્ર ગુફા સુધી પહોંચ્યા નથી. આ સિવાય અહીંનો હવાઈ સર્વે પણ કરાવવામાં આવ્યો નથી. જો કે સત્તાવાર રીતે દર્શનની શરૂઆત પહેલા જ ભક્તોએ અહીં પહોંચવાનું શરૂ કર્યું છે.