Site icon hindi.revoi.in

લડાખના દિમચોકના ફુક ચેમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી નથી: જનરલ બિપિન રાવત

Social Share

નવી દિલ્હી : ચીનની સેના દ્વારા ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરીના અહેવાલો વચ્ચે ભારતના સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે આવા પ્રકારની આશંકાઓને રદિયો આપ્યો છે. જનરલ રાવતે કહ્યુ છે કે લડાખના દિમચોક વિસ્તારમાં ફુક ચેમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી નથી. જો કે તેમણે એ પણ સ્પષ્ટતા કરી છે કે ચીનની સેનાના મોનિંટરિંગ વગર સિવિલિયન્સ પણ અહીં સુધી આવી શકતા નથી. તેમણે કહ્યુ છે કે લડાખના ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી થઈ નથી.

જનરલ બિપિન રાવતે પાકિસ્તાની સેનાના દુસ્સાહસ પર પણ આકરી ચેતવણી આપી છે. તેઓ કારગીલ યુદ્ધના 20 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજીત એક સમારંભને સંબોધિત કરી રહ્યા હતા.

જનરલ રાવતે કહ્યુ છે કે પાકિસ્તાની સેના વખતોવખત દુસ્સાહસ કરતી રહે છે. ક્યારેક છદ્મ યુદ્ધ દ્વારા તો ક્યારેક રાજ્ય પોષિત આતંકવાદ અથવા ઘૂસણખોરીના માધ્યમથી. ભારતીય સેના પોતાના વિસ્તારની સુરક્ષા માટે કૃતસંકલ્પિત છે. કોઈને કોઈપણ શંકા હોવી જોઈએ નહીં કે કોઈપણ પ્રકારના દુસ્સાહસનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

જનરલ રાવતે કહ્યુ છે કે જો કોઈ સામાન્ય નાગરિક પણ એલએસી સુધી પહોંચે છે, તો તેનો અર્થ છે કે ચીનના સૈનિકો તેને છોડવા માટે આવ્યા હતા. તેમણે ક્હ્યુ છે કે કોઈ સિવિલયન પણ સેનાના નિરીક્ષણ વગર એલએસી સુધી આવી શકે નહીં. ચીન તરફથી સિવિલયન ત્યાં સુધી આવ્યા તો ચીનના સૈનિકોએ તેમને એસ્કોર્ટ કર્યા હશે. ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે બંને દેશોની સેનાના અધિકારીઓ વચ્ચે થનારી ફ્લેગ મીટિંગમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો.

જનરલ રાવતે કહ્યુ છે કે એલએસીને લઈને ચીન અને આપણી પોતપોતાની ધારણાઓ છે. તેમા અંતર છે. માટે બંને તરફની પેટ્રોલિંગ પાર્ટી એકબીજાની તરફનું વલણ કરતી રહે છે. ચીનના સૈનિકો પોતાના પરસેપ્શનના હિસાબથી એલએસીમાં પેટ્રોલિંગ માટે આવે છે અને આપણે તેમને રોકવાની કોશિશ કરીએ છીએ. આપણે પણ આપણી એલએસીના હિસાબથી પેટ્રોલિંગ કરીએ છીએ. ચીનની સાથે આપણાં ઘણાં સારા વર્કિંગ રિલેશન છે. જ્યારે પણ ક્યારેક આમ થાય છે, તો લોકલ કમાન્ડર એકબીજા સાથે વાતચીત કરી લે છે.

મહત્વપૂર્ણ છે કે દલાઈ લામાના જન્મદિવસ પર છ જુલાઈએ લડાખના ફુક ચે વિસ્તારમાં તિબેટી શરણાર્થીઓ અને સ્થાનિક લોકોએ દલાઈ લામાનો જન્મદિવસ માનવ્યો હતો. તે વખતે તેમણે તિબેટી ઝંડા પણ લહેરાવ્યા હતા. ત્યારે વાસ્તવિક નિયંત્રણ રેખાની બીજી તરપ બે ગાડીઓમાં લગભગ 11 લોકો આવ્યા હતા. તેમણે લાલ રંગનું મોટું બેનર દેખાડયું હતું. તે બેનરમાં ચીની ભાષામાં લખ્યું હતું કે તિબેટને રોકવાની તમામ ગતિવિધિઓ રોકો. તેઓ લગભગ 40 મિનિટ સુધી રોકાયા અને બાદમાં ચાલ્યા ગયા હતા.

દિમચોકમાં ચીન પહેલા ઘૂસણખોરી કરી ચુક્યું છે. 2014માં પણ તેને કારણે ઘણી બબાલ થઈ હતી. ભારત અને ચીન લગભગ ચાર હજાર કિલોમીટર લાંબી સીમા ધરાવે છે. જો કે તેમાં મડાગાંઠ હોવાને કારણે આ સરહદને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ કહેવામાં આવે છે.

Exit mobile version