- મુંબઈમાં તારીખ 31ડિસેમ્બર સુધી સ્કૂલો રહેશે બંધ
- કોરોનાના વધતા સંક્રમણને કારણે લેવાયો નિર્ણય
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે 31 ડિસેમ્બર સુધીમાં બીએમસી હેઠળની તમામ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ, મહારાષ્ટ્ર સરકારે 23 નવેમ્બરથી નવમાં ધોરણથી બારમાં ધોરણ સુધીની શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો હતો. હવે કોરોનાને કારણે તેમને 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશના અન્ય રાજ્યોની જેમ મહારાષ્ટ્ર સરકારે પણ દિવાળી પછી શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ સંદર્ભે કહ્યું હતું કે, અમે દિવાળી પછી સાવચેતીના પગલા ભરવા અને શાળાઓ ફરીથી ખોલવાનું વિચારી રહ્યા છીએ. આ માટે રાજ્ય સરકારે શાળાઓ માટે એસ.ઓ.પી. તૈયાર કરી છે.
બીએમસીનું કહેવું છે કે બીએમસીના અધિકારક્ષેત્ર હેઠળની તમામ શાળાઓ બંધ રહેશે અને આ નિર્ણય હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સાવચેતીના પગલે લેવામાં આવ્યો છે.
યોગી સરકારે 23 નવેમ્બરથી ઉત્તર પ્રદેશમાં કોલેજો અને યુનિવર્સિટીઓ ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ માટે એક અનિવાર્ય શરત પણ રાખવામાં આવી છે. તદનુસાર શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી કોઈ પણ સંજોગોમાં 50% કરતા વધુ નહીં હોય. એટલે કે, ફક્ત અડધા વિદ્યાર્થીઓ તેમના સંબંધિત કેમ્પસમાં જઈને વર્ગમાં જોડાવા માટે સક્ષમ હશે, જ્યારે બાકીના વિદ્યાર્થીઓ પહેલાની જેમ ઓનલાઇન વર્ગો દ્વારા અભ્યાસ કરવાનું ચાલુ રાખશે.
ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યના યુનિવર્સિટીઓ, ખાનગી યુનિવર્સિટીઓ, કોલેજો 23 નવેમ્બરથી ફરીથી ખોલવા માટે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્સ, ઉચ્ચ શિક્ષણ નિયામક, પ્રયાગરાજ અને તમામ રાજ્ય અને ખાનગી યુનિવર્સિટીઓના રજિસ્ટ્રારને પત્ર લખીને દિશા – નિર્દેશ જારી કરવામાં આવ્યા છે.
_Devanshi