અલીગઢ: યુપીના અલીગઢના મહફૂજનગરમાં ગુરુવારે કેટલાક મુસ્લિમ કટ્ટરવાદીઓએ એક મુસ્લિમ યુવકને એટલા માટે માર માર્યો છે, કારણ કે તે ગીતા અને રામાયણ વાંચતો હતો. આરોપી અહીં જ અટક્યા નહીં, તેમણે પીડિત વ્યક્તિ પાસાથે ધર્મગ્રંથ છીનવી લીધા અને તેના હારમોનિયમને તોડી નાખ્યું હતું.
મુસ્લિમ યુવકની ફરિયાદ પર મુસ્લિમ કટ્ટરવાદીઓની ગુંડાગીરી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એસપી-ગ્રામ્યે મામલાની ગંભીરતાને જોતા થના દેહલી ગેટ પોલીસને આરોપીઓ વિરુદ્ધ ઝડપી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
આના સંદર્ભે પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ઈન્દ્રેશપાલ સિંહે કહ્યુ છે કે પીડિતની ફરિયાદના આધારે પાડોશીની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી અને તેની સાથે મારપીટ કરવા માટે સમીર અને ઝાકિર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક આરોપીને અટકમાં લેવામાં આવ્યો છે. તેણે પાડોશી સાથે ઝઘડાની વાતને સ્વીકારી છે. પરંતુ બાકી આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
પીડિતે મામલામાં લેખિત ફરિયાદમાં કહ્યુ છે કે તે દરરોજ પોતાના ઘરે ગીતા અને રામાયણ વાંચે છે. આ વાત પાડોશી સમીર અને ઝાકિરને હજમ થઈ નહીં અને તેમણે પોતાના સાથીદારો સાથે ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. તેની સાથે ધાર્મિક ગ્રંથોને ફાડવાની કોશિશ કરી. કોઈપણ પ્રકારે પીડિતે પોતાના પરિવારનો જીવ બચાવ્યો. એટલું જ નહીં, હુમલાખોરોએ જતી વખતે તેને ગીતા અને રામાયણનું પઠન નહીં કરવાની ચેતવણી આપી અને જો આમ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
વિશ્વ હિંદુ મહાસભાના પદાધિકારીઓએ એસએસપી કાર્યાલયમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ સોંપીને કટ્ટરપંથી હુમલાખોરો વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી છે.
પીડિત મુસ્લિમ શખ્સ દિલશેર પ્રમાણે, તેણે રામાયણનો પાઠ કરવો પોતાની આદતમાં સામેલ કરી લધું હતું. દરરોજ સ્નાન કર્યા બાદ તે રામાયણ વાંચવાનું ભૂલતો ન હતો. ઘણાં ચોપાઈઓ તેને યાદ છે. તે ગીતા પણ વાંચે છે. તેણે કહ્યુ છે કે 1979થી રામાયણ વાંચી રહ્યો છે. તેનાથી તેના મનને શાંતિ મળે છે. આ વાતનો કેટલાક લોકો વિરોધ કરીને તેને ધમકાવે છે.