Site icon Revoi.in

ALERT: કોરોનાથી સંક્રમિત થયેલા બાળકોમાં જોવા મળે છે મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિંડ્રોમની અસર

Social Share

દિલ્લી: કોરોનાવાયરસની ત્રીજી લહેરને લઈને જાણકારો દ્વારા પહેલાથી જ જાણકારી આપી દેવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે ત્રીજી લહેરમાં બાળકો વધારે સંક્રમિત થઈ છે અને રાજસ્થાન તથા કર્ણાટકમાં તો કેટલાક બાળકો સંક્રમિત જોવા પણ મળ્યા છે. આવામાં એક એવા સમાચાર સામે આવ્યા છે જે તમામ માતા પિતાની ચિંતા વધારી શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર જે બાળકો એકવાર કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે અને સ્વસ્થ થયા છે તે બાળકોમાં મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિંડ્રોમ (Multisystem Inflammatory Syndrome-MIS)ની અસર જોવા મળી રહી છે. આ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ એક કટોકટીવાળી સ્થિતિ છે, અને જો સમયપર આ સમસ્યાનો ઈલાજ કરવામાં આવે તો જલ્દીથી સારુ થઈ શકે છે. આના ઉપચારને લઈને દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.

જો વાત કરવામાં આવે મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિંડ્રોમના લક્ષણ વિશે તો, જ્યારે મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિંડ્રોમની અસર થાય ત્યારે બાળકોને તાવ આવે છે, શરીર પર લાલ ચામઠા બને છે, આંખો આવી જાય છે, શ્વાસમાં તકલીફ પડે, ઉલ્ટી, ડાયરિયા અને થાક પણ જોવા મળે છે.

મીડિયા રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે જાણકારોના મતે આ કોરોનાવાયરસના લક્ષણ જેવા જ લક્ષણ છે પરંતુ આમાં આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટીવ આવે છે. કોરોનાવાયરસના સંક્રમણની અસર માત્ર ફેફસા પર જોવા મળતી હતી અને મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિંડ્રોમમાં આખા શરીર પર અસર જોવા મળે છે.