નવી દિલ્લી: અમેરિકાએ પોતાના સાથી એવા મિત્ર દેશ ઈઝરાયના જાસુસની મદદથી આતંકવાદી ગ્રુપ અલકાયદાના નંબર-2ને ફૂંકી માર્યો છે. અમેરિકાએ ઈઝરાયલની જાસુસી સંસ્થા મોસાદની મદદથી આ કામને અંજામ આપ્યો છે. અલકાયદાના નંબર-2 ગણાતા અબુ મોહમદ અલ મસ્ત્રીનો અમેરિકાએ ખાત્મો બોલાવ્યો છે અને આ ઓપરેશનમાં અલકાયદાના બીન લાદેનની પત્ની પણ મોતને ભેટી છે.
અમેરિકાએ આ બદલો એટલા માટે લીધો કે અલકાયદા દ્વારા વર્ષ 1998માં કેન્યા અને ટાન્ઝાનીયામાં આવેલી અમેરિકાની એમ્બેસી પણ હુમલો કરવામાં આવ્યો હતો અને આ વાતનો 22 વર્ષ પછી બદલો લેવામાં આવ્યો છે.
આતંકવાદી અબુ મોહમદ તે ઈરાનની રાજધાની તહેરાનમાં છુપાઈને બેઠો હતો ત્યારે એક ઓપરેશનમાં આ કામને અંજામ આપવામાં આવ્યો છે. અબુ મોહમદ દ્વારા 22 વર્ષ પહેલા કરવામાં આવેલા હૂમલામાં 224 લોકો મોતને ભેટ્યા હતા અને આ આતંકવાદી હૂમલાનો માસ્ટર માઈન્ડ અબુ મોહમદ જ હતો.
અબુ મોહમદની દિકરીની પણ ગત 7 ઓગષ્ટના રોજના ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી અને માનવામાં આવી રહ્યું છે કે અમેરિકાના કહેવા પર ઈઝરાયલે આ રીતે અંજામ આપ્યો હશે.
અલકાયદા આતંકવાદી સંગઠનનો આ આતંકવાદી એટલો ખતરનાક હતો કે તેના પર અમેરિકાએ એક કરોડ ડૉલરનું ઈનામ પણ જાહેર કર્યું હતુ.
અમેરિકા દ્વારા આ આતંકવાદીને એવી રીતે ઠાર મારવામાં આવ્યો છે કે જેની કોઈને ખબર પણ ન પડે, જો કે આતંકવાદી સંગઠન અલકાયદા દ્વારા આ બાબતે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી અને અબુ મહંમદ પર કરવામાં આવેલા હુમલામાં તેની પુત્રીનું પણ મોત થયુ છે.
_Vinayak