Site icon Revoi.in

અક્ષય કુમારને ‘રામસેતુ’ માટે સીએમ યોગી પાસેથી મળી મંજૂરી

Social Share

મુંબઈઃ ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશ્વનું સૌથી મોટુ ફિલ્મ સિટીનું નિર્માણ કરવા માંગે છે. આ મુદ્દે તેમણે તાજેતરમાં મુંબઈની મુલાકાત લીધી હતી. મુંબઈની મુલાકાત દરમિયાન તેમણે સુપર સ્ટાર અક્ષય કુમાર સાથે પણ મુલાકાત કરી હતી. દરમિયાન ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ ‘રામસેતુ’ના શુટીંગ માટે ઉત્તરપ્રદેશ સરકાર પાસે મંજૂરી માંગી હતી જેની પરવાનગી તેમને મળી ચુકી છે. આ ફિલ્મનું શુટીંગ અયોધ્યામાં કરવામાં આવે તેવી શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં સૌથી વધારે હિન્દી ફિલ્મો માયાનગરી મુંબઈમાં બને છે. દરમિયાન હિન્દી ફિલ્મો ઉત્તરપ્રદેશમાં વધારે બને તે માટે ગૌત્તમબુદ્ધનગર જિલ્લામાં વિશાળ ફિલ્મ સિટી બનાવાનું આયોજન કર્યું છે. જેની સામે મહારાષ્ટ્ર સરકારે નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન ફિલ્મ અભિનેતા અક્ષય કુમારી પોતાની આગામી ફિલ્મ રામસેતુનું શુટીંગ અયોધ્યામાં કરવા માંગતા હોવાથી તેમણે યોગી સરકાર પાસે મંજૂરી માંગી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળી નિમિત્તે અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ ‘રામ-સેતુ’ ની જાહેરાત કરી હતી. તેણે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી હતી. તેણે એક ફોટો પણ શેર કર્યો જેમાં ભગવાન રામની તસવીર લગાવેલી હતી અને તેની નીચે અક્ષય કુમારનો ફોટો છે.