Site icon hindi.revoi.in

અક્ષયકુમાર અને વાસુ ભગનાની એરલિફ્ટ પછી 3 વર્ષ બાદ ફરી સાથે કરશે કામ

Social Share

મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર અક્ષય કુમાર છેલ્લા કેટલાક વર્ષોથી એક પછી એક સુપરહીટ ફિલ્મો આપી રહ્યાં છે. ત્યારે અક્ષયકુમારે તેની ફીમાં વધારો કર્યો હોવાનું જાણવા મળે છે, સુપરસ્ટાર હવે વાસુ ભાગનાની આગામી ફિલ્મમાં કામ કરવા માટે રૂ. 100 કરોડથી વધુની ફીની ઓફર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અક્ષયકુમારે ત્રણેક વર્ષ પહેલા વાસુ ભગનાની સાથે એરલિફ્ટમાં કામ કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ખીલાડીકુમાર અક્ષયની ફિલ્મ્સ ‘મિશન મંગલ’ અને ‘ગુડ ન્યૂઝ’એ 200 કરોડની કમાણી કરી રેકોર્ડ બનાવ્યા હતો. બીજી તરફ ‘કેસરી’ અને ‘હાઉસફુલ 4’ એ 150 કરોડનો આંકડો પાર કર્યો હતો. તેમજ અત્યારે બેલ બોટમ અને અતરંગી રે ફિલ્મમાં અત્યારે અક્ષયકુમાર કામ કરી રહ્યાં છે. ત્યારે હવે વાસુ ભગનાની આગામી ફિલ્મમાં પણ અક્ષયકુમાર જોવા મળે તેવી શકયતા છે. તે માટે રૂ. 100 કરોડથી વધારે ફીની ઓફર કરવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યું છે. અભિનેતા અક્ષય કુમારે ત્રણ વર્ષ પહેલાં વાસુ ભગનાનીની ફિલ્મ એર લિફ્ટમાં સાથે કામ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અક્ષય પહેલા સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન બોલિવૂડના સૌથી મોંઘા કલાકારો રહ્યા છે. આ ફિલ્મની ફી ઉપરાંત આ કલાકારો પણ ફિલ્મના નફામાં શેર કરે છે. જે ફિલ્મની હિટ પર 60 થી 80 કરોડની કમાણી કરે છે.

Exit mobile version