Site icon Revoi.in

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના આવ્યા લોકોની મદદે,100 ઓક્સિજન concentrators ડોનેટ કર્યા   

Social Share

મુંબઈ : બોલિવુડ એક્ટર અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખન્ના ફરી એકવાર કોરોનાની બીજી લહેરમાં લોકોને મદદ કરવા આગળ આવ્યા છે. તેણે 100 ઓક્સિજન  concentrators ને દાન આપવાનું નક્કી કર્યું છે,ટ્વિંકલે તેના સોશિયલ મીડિયા હેંડલ્સ પર આ વિશેની માહિતી આપી છે.

ટ્વિંકલે લખ્યું છે કે, લંડનના એક ફાઉન્ડેશનની મદદથી તે 100 ઓક્સિજન concentrators પૂરા પાડવામાં સફળ રહી છે. જે ટૂંક સમયમાં કોઈ સંસ્થા દ્વારા લોકો સુધી પહોંચશે.

ટ્વિંકલની પોસ્ટ મુજબ, છેલ્લા ઘણા દિવસોથી તે કોરોનાથી પીડિત લોકો માટે કંઈક કરવા માંગતી હતી.એવામાં તે જરૂરીયાતમંદ લોકોને મદદ કરશે. તમામ લોકોને ખબર છે કે, કોરોનાએ કઈ રીતે દેશમાં હાહાકાર મચાવ્યો છે.

દેશનો દરેક ખૂણો આ બીમારીથી એટલી હદે પરેશાન છે કે કોઈ જગ્યાએ લોકડાઉન લાદવામાં આવ્યું છે,તો કોઈ જગ્યાએ સરકાર રાત્રી કર્ફ્યું લગાવીને કોરોનાને રોકવાનો પ્રયાસ કરી રહી છે.તેમ છતાં તેને કંટ્રોલ કરવું એટલું મુશ્કેલ બની રહ્યું છે કે હોસ્પિટલોમાં બેડ,દવાઓ અને ઓક્સિજનનો અભાવ જોવા મળી રહ્યો છે. અંધાધૂંધીના આ તબક્કામાં સરકારોના પોતાના અલગ દાવા છે,પરંતુ પરિસ્થિતિ ફક્ત તે જ જાણે છે જેઓ તેના પર પસાર થઈ રહ્યા છે.

ઘણા શહેરોમાં ઓક્સિજનના અભાવે દર્દીઓનાં મોત નિપજ્યા છે. જે બાદ ઓક્સિજનની કટોકટી જાહેર કરવામાં આવી છે. વિશ્વભરના દેશોએ ભારતમાં ઓક્સિજન સપ્લાય કરવાની પહેલ કરી છે.