- અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મીએ તોડ્યો રેકોર્ડ
- 9 નવેમ્બરના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર થઇ હતી રીલીઝ
- ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી
મુંબઈ: અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ ‘લક્ષ્મી’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને પ્રેક્ષકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ રિલીઝ થયા પછી જ તેણે રેકોર્ડ તોડ્યો છે. તે ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી પર સૌથી મોટી ઓપનિંગ મૂવી બની છે
ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીએ સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે. તેમાં લખ્યું છે, #Laxmii ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઇપી પરની સૌથી મોટી શરૂઆતની ફિલ્મ બની છે, જેણે તમામ રેકોર્ડ તોડ્યા છે. તમારા પ્રેમ માટે તમારો આભાર. આ વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો.
આ પહેલા અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જે શૂટિંગ દરમિયાનનો હતો. તે તેમાં તેની ભૂમિકા માટે તૈયાર થતા જોવા જોવા મળી રહ્યા છે.
અગાઉ આ ફિલ્મનું નામ ‘લક્ષ્મી બોમ્બ’ હતું, પરંતુ વિવાદ બાદ તેનું નામ લક્ષ્મી રાખવામાં આવ્યું હતું. આ નિર્ણય સેન્સર બોર્ડની સલાહ પર લેવામાં આવ્યો હતો. અક્ષય કુમાર સાથે ફિલ્મની સહ નિર્માતા શબીના ખાન અને તુષાર કપૂરે અભિપ્રાય સાથે ફિલ્મનું નામ બદલવાનું નક્કી કર્યું હતું.
આ ફિલ્મનું દિગ્દર્શન રાઘવ લોરેન્સ દ્વારા કરવામાં આવ્યું છે. આ હોરર કોમેડી ફિલ્મમાં અક્ષય સિવાય કિયારા અડવાણીએ કામ કર્યું છે. તે તમિલ ફિલ્મ મુમી 2: કંચનાની રિમેક છે. આ ફિલ્મ 9 નવેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઇપી પર રિલીઝ થઈ છે.
_Devanshi