- દિલ્હીમાં લાંબાસમય બાદ ખુલશે અક્ષઘામ મંદિર
- ગૃહમંત્રાલયે દિશા-નિર્દેશ કર્યા જાહેર
- કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે
- સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે
સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણ ફેલી ચૂક્યું છે, છેલ્લા કેટલાક મહિનાથઈ કોરોનાના કારણે જન-જીવન અસામાન્ય બન્યું હતું, આ સાથે જ લોકડાઉન કરવાની ફરજ પણ પડી હતી ત્યાર બાદ તબક્કા વાર અનલોક જાહેર કરવામાં આવ્યું અને એનેક સેવાઓ ખોલવામાં આવી ત્યારે હવે આટલા મહિનાના લાંબા સમયગાળઆ બાદ દેશની રાજધાની દિલ્હીનું અક્ષરધામ મંદિર પણ ખોલવામાં આવી રહ્યું છે.
13 ઓક્ટોબરથી ખુલશે દિલ્હીનું અક્ષધામ મંદિર
આવનારી13 ઓક્ટોબરથી દિલ્હી સ્થિત સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરને સામાન્ય જનતા માટે ખોલવાના દિશા નિર્દેશ ગૃહમંત્રાલ. તરફથી બહાર પાજવામાં આવ્યા છે, સરકારે જારી કરેલા આદેશ પ્રમાણે કોરોનાની ગાઈડલાઈનું પાલન કરવાનું રહેશે અને મંદિરમાં સીમિત સંખ્યામાં સાંજેના 5વાગ્યાથી લઈને 7 વાગ્યાના સમયગાળઆ દરમિયાન જ શ્રધ્ધાળુંઓવે પ્રવેશ કરવા દેવામાં આવશે.
મર્યાદીત સંખ્યામાં બંધ સ્થાનોમાં પ્રવેશ આપવામાં આવશે
આ સાથે જ ખુબ જ પ્રચલિત એવા અક્ષરધામ મંદિરની અંદર મ્યૂઝિક ફાઉન્ટન ખુલ્લો રાખવામાં આવશે જો કે એક્ઝિબિશન હોલને બંધ જ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે,આ સાથે જ બંધ સજગ્યાઓમાં કુલ 200 જ લોકોની ઉપસ્થિતિવાળઈ જગ્યાએ 50 ટકા લોકો સાથે પરવાનગી આપવામાં આવશે.
કોરોનાની ગાઈડલાઈનનું પાલન ફરજિયાત
આ સાથે જ મંદિરમાં પ્રવેશતી વખતે માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે. આ સાથે જ હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ પણ અનિવાર્ય રહેશે. અને મંદિરમાં પ્રવેશતાં પહેલા લોકોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે.
સાહીન-