1984ની બેચના આઈએએસ અધિકારી અજયકુમાર ભલ્લાને દેશના નવા ગૃહ સચિવ બનાવવામાં આવ્યા છે.
આના પહેલા અજયકુમાર ભલ્લા, ગૃહ મંત્રાલયમાં વિશેષ કાર્યાધિકારી (ઓએસડી) હતા.
મહત્વપૂર્ણ છે કે ગૃહ સચિવ રહેલા 1982ની બેચના આઈએએસ અધિકારી રાજીવ ગૌબાને કેબિનેટ સચિવ બનાવવામાં આવ્યા છે.
જેના કારણે ખાલી પડેલા ગૃહ સચિવના પદની જવાબદારી અજયકુમાર ભલ્લાને સોંપવામાં આવી છે.
અજયકુમાર ભલ્લા 1984ની આસામ-મેઘાલય કેડરના આઈએએસ અધિકારી છે. તેઓ કેન્દ્રીય ઊર્જા સચિવ તરીકે પણ કામ કરી ચુક્યા છે. તેમને 24 જુલાઈએ ઓફિસર ઓન સ્પેશયલ ડ્યૂટી તરીકેની નિમણૂક આપવામાં આવી હતી.
ગૃહ સચિવ તરીકે અજયકુમાર ભલ્લાનો કાર્યકાળ બે વર્ષ સુધી એટલે કે ઓગસ્ટ-2021 સુધીનો રહેશે.