લાલૂ પ્રસાદ યાદવની મોટી પુત્રવધુ અને તેજ પ્રતાપ યાદવની પત્ની એશ્વર્યા રાય આજે અચાનક રાબડી આવાસમાંથી રડતા રડતા ગેટ સુધી બહાર આવીને બહાર ઊભેલી કારમાં બેસી ગઈ હતી, આ કાર તેના પિતાની હતી, તો હવે આ વાતને લઈને લોકો અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દોઢ વર્ષ પછી પોતાની સાસું રાબડી દેવીના સરકારી નિવાસને છોડીને તેની પુત્રવધુ પોતાના પિયર જતી રહી છે, 12 મેં 2018માં તેના લગ્ન તેજપ્રેતાપ યાદવ સાથે થયા હતા,એશ્વર્યા તેની સાસુ સાથે જ રહેતી હતી,પોતાના પતિએ તલાકની રદજી આપ્યા પછી પણ તે તેના સાસરીમાં જ રહેતી હતી, પરંતુ જે રીતે એશ્વર્યા આજે ઘર છોડીને બહાર નીકળી ગઈ છે, તે જોતા લાગી રહ્યું છે કે, તેણે હવે પોતાના લગ્ન જીવનને લઈને કોઈ ઠોસ નિર્ણય લઈ લીધો છે.
એશ્વેર્યાના પતિ તેજ પ્રતાપે લગ્નના થોડા સમય પછી જ તલાકની અરજી કરી હતી,ઉલ્લેખનીય છે કે લગ્ન પછી થોડા સમયમાં જ બન્નેના સંબંધમાં કડવાશ આવી હતી જેને લઈને એશ્વર્યાના પતીએ તેને તલાક આપવાનો નિર્ણય લીધો હતો,આ માટે તેણે કોર્ટમાં અરજી પણ કરી હતી, જો કે તેની સુનાવણી હજુ ચાલું જ છે, તેજપ્રતાપ યાદવને લાલૂના પરિવાર તરફથી આ અરજી પાછી ખેંચવાનું કહેવામાં આવ્યું હતુ, જો કે તેજપ્રતાપ તેના નિર્ણય પર અડગ રહ્યો હતો.
તેજપ્રતાપ યાદવે કરેલી આ અરજીમાં તલાકનું કારણ તેની પત્નીનો ક્રૂર વ્યવહાર ગણાવ્યો હતો,અને લખ્યું હતુ કે ‘લગ્નજીવનમાં તેની પત્નીના વ્યવહારથી તે ખુબજ દુખી છે, જેને લઈને તેણે તલાક લેવાનો નિર્ણય લીધો હતો’. આ માટે તેજ યાદવે કહ્યું કે ,’કોર્ટમાં તેણે જે કહ્યું તે તદ્દન સાચું છે,ભોગબનીને જીવન જીવવાનો કોઈ ફાયદો નથી’,ત્યાર બાદ આ વાતની ખબર એશ્વર્યાને પડતાની સાથે જ તે રાબડી આવાસ પહોંચી હતી અને ત્યારથી ત્યાજ રહેવા લાગી હતી.
જો કે અરજી કર્યા બાદ લાલૂ પ્રસાદ યાદવને મળવા માટે તેજપ્રતાપ રાંચી જતા રહ્યા હતા,ત્યાર બાદ બન્ને પરિવાર તરફથી સુલેહ કરવાના પ્રયત્નો શરુ થયા હતા,રાબડી દેવીએ એશ્વર્યા અને તેના પરિવારન સાથે વાત કરીને કહ્યું હતુ કે, તે તેજ પ્રસાદને મનાવી લેશે,અને તલાકની અરજી પરત લઈ લેશે.
તેજ પ્રતાપ અને એશ્વર્યાના લગ્ન ગયા વર્ષે થયા હતા, આ બન્ને પૂર્વ મુખ્યમંત્રીઓના પરિવારમાં ધુમધામથી થયેલા આ લગ્નમાં દેશ-વિદેશની અનેક મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી,લગ્નના થોડા સમય પછી જ લાલૂના ઘરમાં ઘણા સારા કામો થયા જેને લઈને રાબડી દેવીએ એમ પણ કહ્યું હતું કે,”અમારી પુત્રવધુ ખુબ સારા લક્ષણ વાળી છે,તેના ધરમાં આવવાથી ઘરમાં ખુશીઓ આવી છે”, તે સમયે તેજ પ્રતાપે તેના લગ્નના ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા ,જે ખુબજ વાયરલ થયા હતા.
વર્ષ 2015ના વિધાનસભાની ચૂંટણીના સોગંદનામા મુજબ તેજ પ્રતાપે 12 ઘોરણ સુધી અભ્યાસ કર્યો છે, ત્યારે એશ્વર્યાએ પટનાના નૉટ્રેડૈમ એકેડમીમાં 12 સુધી અભ્યાસ કર્યા પછી દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી ગ્રેજ્યુએટ થઈ હતી તે ઉપરાંત એમટી યિનિવર્સિટીમાંથી માસ્ટરની ડીગ્રી પણ મેળવી હતી.