Site icon hindi.revoi.in

કોરોના વેક્સિનના પરિવહન માટે વિમાન મથકો, કાર્ગો કંપનીઓ તૈયારીમાં જોતરાય

Social Share

કોરોનાની વેક્સિન બનાવવામાં આવ્યા બાદ હવે તેને તાત્કાલિક પરિવહન માટે ભારતના મોટા એરપોર્ટો પર ફ્લાઇટ્સ અને તાપમાન નિયંત્રિત વિસ્તારોને તૈયાર કરવામાં આવી ચૂક્યા છે. હવાઈ ​​માર્ગે માલ પરિવહન કરનારા ઓપરેટરોએ પણ આ માટેની સમગ્ર તૈયારી શરૂ કરી દીધી છે. તેજ સમયે જ્યારે ભારત સરકાર વિશ્વની અગ્રણી ફાર્મા કંપનીઓ કે જે કોરોનાની વેક્સિન બનાવતી હોય તેના સંપર્કમાં છે, ત્યારે આ તૈયારીઓ આવતા વર્ષના પ્રારંભમાં નાગરિકોને વેક્સિન પૂરી પાડવામાં મદદ કરશે.

મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક એ દેશનું સૌથી મોટું ‘ફાર્મા ગેટ’ હોવાનું કહેવાય છે, જ્યાં દવાઓનું પરિવહન થાય છે.અહીંના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઓપરેટરોને વેક્સિન વહન કરવા માટે સમય સ્લોટ આપવામાં આવશે. તેમને ફ્લાઇટની તારીખ અને સમય બદલવાની તક પા મળશે. અહીં સમગ્ર સમય માલ ઉતારવા અને ચઢાવવા માટે એરિયા, એક્સ-રે મશીનો અને યુનિટ લોડ ડિવાઇસ સતત સક્રિય રહેશે

દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઇમથકના પ્રવક્તાના જણાવ્યા મુજબ, અહીં બે કાર્ગો ટર્મિનલ દ્વારા વાર્ષિક 1.5 મિલિયન ટન માલની પરિવહન કરે છે. માઈનસ 20 ડિગ્રી માલ રાખવા માટે બનાવેલા ચેમ્બર પણ કોવિડ વેક્સિનના પરિવહનને ધ્યાનમાં રાખીને તૈયાર રાખવામાં આવી રહ્યા છે.

વિવિધ એર કાર્ગો ઓપરેટરોના જણાવ્યા મુજબ, ભારતમાં મોટા પ્રમાણમાં અને ટૂંકા સમયમાં વેક્સિન પહોંચાડવી એક પડકારજનક કાર્ય હશે, તેથી વિશેષ તૈયારીઓ જરૂરી છે. જેમાં સામેલ બ્લુ ડાર્ટમાં છ 757 બોઇંગ કાર્ગો કેરિયર્સ વિમાન છે. જરૂરના સમયે ચાર્ટર વિમાન પણ વેક્સીનના આ કાર્યમાં જોડવાની પણ સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે.

વેક્સિનની વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં લેતા મુંબઇ, ચેન્નાઈ, હૈદરાબાદ, અમદાવાદ, પુણે, કોલકાતા, દિલ્હી અને બેંગ્લોરમાં પોતાનાં વિશેષ ફાર્મા-કન્ડિશન સ્ટોર રૂમ તૈયાર કરવામાં આવ્યા છે.

સાહીન-

Exit mobile version