- રાજ્યસભામાં એરક્રાફ્ટ બિલ પાસ કરવામાં આવ્યું
- વિમાન યાત્રીઓની સુરક્ષાને લગતા નિયમો બન્યા સખ્ત
- દંડની જોગવાઈ 10 લાખથી 1 કરોડ કરવામાં આવી
- મંત્રી હરદિપ સિંહએ આપી માહિતી
રાજ્યસભામાંથી એરક્રાફ્ટ સુધારણા બિલ-2020 પાસ થઈ ચૂક્યું છે, નાગરિક ઉડ્ડયન મંત્રી હરદિપ સિંહ પુરીએ આ બાબતે જણાવ્યું હતું કે, આ બિલ પાસ થવાથી દેશમાં નાગરિક ઉડ્ડયવ ક્ષેત્રમાં ત્રણ નિયમનકારી સંસ્થાઓને વધુ અસરકારક બનાવવામાં આવ છે જેમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, સિવિલ એવિએશન સેફ્ટી ઓફિસ અને એર એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન ઓફિસનો સમાવેશ થાય છે.
આરોપી માટે દંડની રકમ વધારાઈ – 10 લાખથી 1 કરોડ દંડની જોગવાઈ કરવામાં આવી
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ કહ્યું કે વિમાન સુધારા બિલ પાસ થવાથી દેશમાં વિમાન કામગીરીની સલામતીનું સ્તર વધારવામાં સહાયતા પ્રાપ્ત થશે, બિલમાં વિમાન કાયદા, 1934 માં સુધારો કરીને દંડની મહત્તમ રકમ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હાલમાં, દંડની મહત્તમ મર્યાદા 10 લાખ રૂપિયા છે, જે બિલમાં વધારીને 1 કરોડ કરવામાં આવી છે.
હથિયાર, તથા જોખમી ગોળા બારુદ જેવી વસ્તુઓ વિમાનની યાત્રા દરમિયાન લઈ જવા પર તથા કોી પણ રીતે યાત્રીઓની જાનને નુકશાન પહોચાડવાના આરોપી કરાર પર સજા તથા 10 લાખનો દંડ ફટકારવામાં આવતો હતો, ત્યારે હવે આ એરક્રાફ્ટ બિલમામં સુધારણા કરીને હાલના દંડની જોગવાઈ 10 લાખથી વધારીને હવે 1 કરોડ રુપિયાની કરવામાં આવી છે
જો કે આ એરક્રાફ્ટ સુધારણા બિલનો વિરોધ સંસદમાં ગુંજ્યો હતો, જેમાં કોંગ્રેસ સાંસદ વેણું ગોપાલે અનેક આરોપ લગાવ્યા હતા ત્યારે આ વિરોધનો બચાવ બીજેપી સાસંદ જીવીએલ નરસિમ્હાએ કર્યો હતો અને તેમણે કહ્યું કે, વિમાન ક્ષેત્રમાં આ બિલ દ્વારા અને સકારાત્મક બદલાવ લાવવા માંગીએ છીએ. જે યાત્રીઓની સુરક્ષાને લગતા છે.
સાહીન-