Site icon hindi.revoi.in

દિલ્હી એનસીઆરમાં સતત 7માં દિવસે પણ હવાની ગુણવત્તા જોખમી સ્તરે

Social Share

દિલ્હી એનસીઆરની આબોહવા છેલ્લા 7 દિવસથી ખરાબ શ્રેણીમાં નોંધાઈ રહી છે,જો કે  બુધવારે દિલ્હી-એનસીઆરની ગુણવત્તામાં થોડા અંશે સુધારો થયો છે. ઉપરની સપાટી પર પવનની દિશા બદલવાના કારણે 24 કલાકમાં હવાની ગુણવત્તામાં 132 અંકનો સુધારો થયો છે અને હવાનું ગુણવત્તા સૂચકાંક 476 થી 344 પર પહોંચ્યો છે.હવામાન એજન્સી સફરે આગાહી કરી છે કે પવનની દિશા પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં બદલવાથી 13 નવેમ્બરના રોજ દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર વધી શકે છે.

છેલ્લા 7 દિવસથી સતત દિલ્હી એનસીઆરમાં પ્રદુષણનું સ્તર વધી રહ્યું છે, વિતેલા વર્ષ નવેમ્બરમાં પણ આજ સ્થિતિ સર્જાઈ હતી, જો કે 13 નવેમ્બરના રોજ સ્થિતિ વધુ ગડવાની આગાહી સફર દ્વારા કરવામાં આવી છે,, આ સમગ્ર હવા પ્રદુષિત થવા પાછળનું મહત્વનું કારણ પંજાબ તેમજ હરિયાણામાં પરાળી બાળવાના કારણે જે ધૂમાડો નીકળે છે તેને ગદણાવામાં આવી રહ્યું છે. દિલ્હી એનસીઆરની સ્થિતિ ઘુમાડાના કારણેબગડી રહી છે,હવામાં ઝેર ફેલાવવાની દહેશત વર્તાઈ રહી છે.

મંગળવારના રોજ પરાળી સળગાવવાના 2,422 કેસ હોવા છતાં, દિલ્હીના પ્રદૂષણમાં તેનો હિસ્સો મ 22 ટકા અને સોમવારે 38 ટકા ટકા રહ્યો છે. બીજી તરફ, સપાટીથી ચાલતા પવનની ગતિ પણ ઝડપી નોંધાઈ છે. બંનેની સંયુક્ત અસરને કારણે પ્રદૂષણનું સ્તર 132 પોઇન્ટ ઘટી ગયું હતું અને ઇન્ડેક્સ ખૂબ ગંભીરથી ખૂબ નબળા સ્તરે ગયો છે.

સફારનું આ બાબતે માનવું છે કે, ગુરુવારે અડધો દિવસ પવનની દિશા પૂર્વમાં રહેશે. તેનાથી પ્રદૂષણનું પ્રમાણ ઘટવાની આશા સેવાઈ રહી છે. ગુણવત્તા ખૂબ જ નબળા ખરાબના નીચલા સ્તરે રહેશે. પરંતુ પવનની પશ્ચિમ અને ઉત્તર પુશ્વિમ દિશાને કારણે, શુક્રવારથી ફરી એક  વાર હવા શઆંત બનશે, જેથી વાતાવરણમાં વધુ ખરાબી સર્જાઈ શકે છે, જો કે  દિવાળી પર ફટાકડા નફોડવામાં  આવે તો તેના પછીની હવાની સ્થિતિમાં સુધારો થવાની ધારણા છે.

સાહીન-

Exit mobile version