Site icon hindi.revoi.in

રાજધાની દિલ્હીમાં હવા પ્રદુષણ સ્થિતિ યથાવત – હાલ પણ એર ક્વોલિટી ઈન્ડેક્ષ અનેક વિસ્તારોમાં ગંભીર સ્તરે નોંધાયો

Social Share

 

દિલ્હી- રાજધાની દિલ્હી પ્રદુષણનો ભોગ બની છે, શિયાળી સિઝન શરુ થતાની સાથે જ દર વર્ષે અહીની સ્થિતિ આ જ રીતે જોવા મળે છે ત્યારે આ વર્ષે પ્રદુષણનું સ્તર ખુબ વધેલું જોવા મળી રહ્યું છે,છેલ્લા કેટલાક દિવસોથી હવામાં ધેર ફેલાવવાની દહેશત વર્તાઈ રહી છે, લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે તો દુર સુધી નજર કરવામાં ઘુમાડો આડો આવતો હોય છે.જે આંખો માટે પણ ખુબ જ નુકશાન કરાક છે.

આજ રોજ બુધવારે ઘણા વિસ્તારોમાં વાયુ ગુણવત્તા અંક 400ને પાર નોંધાયો છે, જે જોખમભરી સ્થિતિ સુચવે છે, તો બીજા કેટલાક વિસ્તારોમાં એક ક્વોલિટી ઈન્ડેક્ષ 350ને પાર પહોંચ્યો છે.

દિલ્હીમાં એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે  પ્રકારનું વાતાવરણ દર્દીઓ પર ખરાબ અસર કરી રહ્યું છે, કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રમાણે આજ રોજ પણ રાજધાનીના કેટલાક વિસ્તારોમાં હવામાં પ્રદુષમનું સ્તર ઊંચુ જોવા મળી રહ્યું છે.

દિલ્હીનો વિસ્તાર આનંદ વિહાર અને નઝફગઢમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 402 અને 414 નોંધાયું છે જે ખુબ ખરાબ શ્રેણીમાં છે. તો બીજી તરફ મંદિરમાર્ગ અને અશોક વ્હારમાં પણ 264 અને 397 એર ક્વોલિટી ઈન્ડેક્ષ નોંધાયો છે.પવન શાતં પડવાથી  દિલ્હી એનસીઆરની હવા મંગળવારે પણ ગંભીર વર્ગમાં નોંધાઈ હતી.

સાહીન-

 

Exit mobile version