Site icon hindi.revoi.in

રાજધાનીમાં હવા પ્રદુષણનું સ્તર જોખમી – પર્યાવરણ મંત્રીએ પંજાબને પરાળી ન બાળવા કરી અપીલ

Social Share

દિલ્હી એનસીઆરમાં છેલ્લા કેટલાક દિવસોથી આબોહવા ખરાબ થતી જોવા મળી રહી છે, જેને લઈને હવે હવા પ્રદુષણનું સ્તર જોખમી સ્તરે પહોંચી ચૂક્યું છે, આ બાબતને લઈને પર્યોવરણ મંત્રી પ્રકાશ જાવડેકરએ ચિંતા વ્યક્ત કરી હતી.

મંત્રીએ કહ્યું કે, ઉત્તર ભારમાં હિમાલયની હવા, ઉત્તર ભારતમાં હિમાલયની હવા, ગંગાનું ભેજ અને ધૂળના પ્રદૂષણની સાથે દિલ્હીની હવામાં પણ પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. પંજાબમાં પરાળી બાળવાની ઘટના દિવસેને દિવસે વધી રહી છે જેને લઈને રાજધાનીની હવા દુષિત બનતી જાય છે.

મંત્રી એ આ બાબતે કહ્યું કે,દિલ્હીનું વાતાવરણ જોખમી સ્તર પર પહોંચી ચૂક્યું છે,અત્યાર સુધી માત્ર 4 ટકા પ્રદુષણ પરાળી બાળવાના કારણે થયું છે, દિલ્હીમાં બાયોમાસ સળગે છે, આ તમામ પરિબળો એક સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણના જોખમમાં મોટો ભાગ ભજવે છે,પર્યાવરણ મંત્રીએ પંજાબ સરકારને પરાળી ન બાળવા માટે અપીલ કરી છે.

પર્યાવરણ મંત્રીએ પોતોનું ઉદાહરણ આપીને પ્રદુષણનું સ્તર સમજાવ્યું

પર્યાવરણ મંત્રીએ પ્રદુષણની માત્રાને લઈને પોતોનું ઉદાહરમ પણ વ્યક્ત કર્યું, તેમણે કહ્યું કે જ્યારે હું ધુલિયાનામાં ક સમારોહમાં હાજરી આપવા ગયો હતો તે સમયે મારુ ગળું પ્રદુષણના કારણે જાણે જામ થઈ ગયું હતું. જે રીતે આપણે કોરોના યોદ્ધાઓને  સલામ કરીએ છીએ,તેજ રીતે સીપીસીબી ક્રેક ટીમોની પણ સરાહના કરવી જ જોઈએ.

છેલ્લા વર્ષની સરખામણીમાં પરાળી બાળવાની ઘટના વધી

સરકારી માહિતી આધારે છેલ્લા વર્ષની સરખામણીમાં 280 ટકા પરાળી બાળવાની ઘટનામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં પરાળી બાળવાની 90 થી વદુ ઘટના પ્રકાશમાં આવી છે, જેના કારણે સતત પ્રદુષણ વધતુ જ જઈ રહ્યું છે, વધતા પ્રદુષણને લઈને હવામામં ઝેર ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે.પંજાબ હરિયાણા અને ઉત્તર ભારતમાંથી પરાળી બાળવાની ઘણી ઘટનાઓ બની રહી છે જે દિલ્હીના વાતાવરણને પ્રદુષિત કરે છે.

સાહીન-

Exit mobile version