Site icon hindi.revoi.in

પર્યાવરણ સાથે દોસ્તી જરૂરી: અણઘડ વિકાસની આડઅસર, વાયુ પ્રદૂષણ ભરખે છે 1 વર્ષમાં 12 લાખ જિંદગીઓ

Social Share

અંધાધુંધ વિકાસ અને સુખ-સુવિધાઓની ચાહમાં માણસ અત્યાર સુધી પર્યાવરણને ખાસું નુકસાન પહોંચાડી ચુક્યો છે. દર વર્ષે પાંચમી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે માનાવવામાં આવે છે અને જેવી રીતે પર્યાવરણનું સ્તર સતત ખરાબ થઈ રહ્યું છે, તેનાથી તો પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર રસમ અદાયગી જ લાગે છે.

વૈશ્વિક સ્તર પર વાયુ પ્રદૂષણ પર વાત કરીએ, તો એકલી દૂષિત હવાને કારણે એકલા ભારતમાં એક વર્ષમાં 12 લાખના મોત થઈ ચુક્યા હતા.

તાજેતરમાં સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2019 તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે, ભારતમાં વાયુ પ્રદૂષણથી મોતના આંકડા સંદર્ભે સ્વાસ્થ્ય સંબંધિત કારણોથી થનારા મોતને લઈને ત્રીજું સૌથી ખતરનાક કારણ છે. દેશમાં સૌથી વધુ મોત સડક દુર્ઘટના અને મેલેરિયાને કારણે થાય છે.

2017માં ભારતમાં બાર લાખ અને ચીનમાં 14 લાખ લોકોના મોત વાયુ પ્રદૂષણના કારણે થયા હતા. વાયુ પ્રદૂષણના વધતા ખતરાને કારણે દક્ષિણ એશિયાન દેશોના બાળકોની સરેરાશ વયમાં અઢી વર્ષનો ઘટાડો થયો છે. જ્યારે વૈશ્વિક સ્તર પર આ આંકડો 20 માસનો છે.

યુનિવર્સિટી ઓફ શિકાગોની એનર્જી પોલિસી ઈન્સ્ટીટ્યૂટ પ્રમાણે, જો ધરતી પર વાયુ પ્રદૂષણના સ્તર પર સુધારો આવી જાય તો વૈશ્વિક સ્તર પર દરેક શખ્સની ઉંમરમાં 2.6 વર્ષનો વધારો થઈ જશે. ભારત અને ચીનની વાત કરીએ, તો વાયુ પ્રદૂષણથી બેહાર ચીને આના પર લગામ કસવા માટે ઘણાં મોટા નિર્ણયો લીધા અને ધુમાડો ઓકતા પ્લાન્ટ તથા વાહનોના ઉપયોગ પર રોક લગાવવા સંદર્ભે ઘણાં મોટા નિર્ણ રતા કેટલીક હદે તેમા સુધારો કર્યો છે. પરંતુ તેમ છતાં લાઈફ એક્સપેક્ટન્સી દરમાં હજીપણ સરેરાશ 3.9 વર્ષની ઉણપ છે.

 હવે ભારતની વાત કરીએ, તો અહીં રાજધાની દિલ્હી સહીત ઘણાં શહેરોમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરને પાર કરી ગયું છે. બારતમાં લાઈફે એક્સપેક્ટન્સીમાં 5.3 વર્ષનો ઘટાડો થયો છે. દિલ્હીની નજીકના બે શહેરો હાપુડ અને બુલંદશહરની વાત કરીએ, તો અહીં પણ લાઈફ એક્સપેક્ટન્સીના દરમાં નિરાશાજનક ઘટાડો થયો છે અને અહીં 12 વર્ષથી વધારે ઘટાડો થયો છે. જે દુનિયાના કોઈપણ શહેરની સરખામણીએ વધુ છે.

ભારતના પાડોશી દેશ નેપાળમાં પણ લાઈફ એક્સપેક્ટન્સીના દરમાં ઘટાડો થયો છે અને અહીં લોકાની જિંદગીમાં 5.4 વર્ષનો ઘટાડો થયો છે. અહીં ભારતની નજીકના નેપાળના વિસ્તારોમાં સ્થિતિ વધારે ખરાબ છે.

જ્યારે અમેરિકામાં 1970ની સરખામણીએ લાઈફ એક્સપેક્ટન્સી દરમાં એક વર્ષનો ઘટાડો થયો છે. યુરોપમાં પણ આવી જ સ્થિતિ છે. યુરોપમાં પોલેન્ડ સૌથી વધુ પ્રદૂષિત દેશ છે, જ્યાં લાઈફ એક્સપેક્ટન્સી દરની સરેરાશ બે વર્ષ ઘટી છે.

સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2019ના રિપોર્ટ મુજબ, ઘરની અંદર અથવા લાંબા સમય સુધી બહારના વાયુ પ્રદૂષણથી ઘેરાયેલા રહેવાને કારણે 2017માં સ્ટ્રોક સુગર, હાર્ટ એટેક, ફેફસાનું કેન્સર અને ફેફસાની જૂની બીમારીઓના કારણે વૈશ્વિક સ્તરે લગભગ 50 લાખ લોકોના મોત નીપજ્યા છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 30 લાખ મોત તો સીધા પાર્ટિકલ પોલ્યૂશન 2.5 સાથે જોડાયેલા છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર છે. આ દેશોમાં લગભગ 15 લાખ લોકોના મોત વાયુ પ્રદૂષણના કારણે થયા છે. રિપોર્ટ મુજબ, દુનિયાભરના લગભગ 3.6 અબજ લોકો ઘરોમાં રહેવા દરમિયાન વાયુ પ્રદૂષણનો ભોગ બન્યા છે.

કોલસા અને પેટ્રોલિયમના બળવાને કારણે સલ્ફર ઓક્સાઈડ, નાઈડ્રોજન ઓક્સાઈડ, ઓઝોન, કાર્બન મોનોકસાઈડ વગેરેના કારણે વાયુ પ્રદૂષણ ફેલાય છે. કૃષિ પ્રક્રિયામાં ઉત્સર્જિત એમોનિયા હાલના દિવસોમાં સૌથી વધુ પ્રદૂષણ ફેલાવનારો ગેસ છે. પહેલા નંબર પર એમોનિયા 99.39, પીએમ 2.5નું સ્તર 77.86, વોલાઈટ ઓર્ગેનનિક કમ્પાઉન્ડ્સ 54.01 અને નાઈડ્રોજન ઓક્સાઈડ 49.41 સ્તર પર પ્રદૂષણ વધારી રહ્યા છે.

ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ મુજબ, 2017માં પ્રતિ લાખની વસ્તીમાં વાયુ પ્રદૂષણના કારણે સૌથી વધુ મોત (65.85) માટે પ્રદૂષણના ત્રણ કારકો સૌથી વધુ જવાબદાર રહ્યા હતા. સૌથી વધારે મોત (38.15) આઉટડોર પ્રદૂષણ ચિમની, વાહનો અને આગમાંથી નીકળનારા ધુમાડાથી ફેલાતા પ્રદૂષણને કારણે થયા હતા. તેના પછી ઘરમાંથી નીકળનારું પ્રદૂષણ (21.47) અને ઓઝોન ક્ષરણ (6.23)ના કારણે સૌથી વધારે મોત નીપજ્યા હતા.

ક્ષેત્રના આધારે જોવામાં આવે, તો આઉટડોર પ્રદૂષણના કારણે 2017માં સૌથી વધારે મોત દક્ષિણ-પૂર્વ એશિયા, પૂર્વ એશિયા અને ઓસિનિયામાં થયા હતા. જ્યાં વૈશ્વિક સ્તર પર માર્યા ગયેલા 28.5 લાખ લોકોમાંથી 10 લાખથી વધુ લોકોના મોત નીપજ્યા હતા. તેના પછીના ક્રમાંકે દક્ષિણ એશિયા 796802 લોકોના મોત સાથે આવે છે.

જો 2017માં થયેલા મોત અને દેશની કુલ જીડીપીની વાત કરવામાં આવે, તો ઈજીપ્તની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે, જ્યાં મોતના આંકડા પ્રતિ એક લાખ પર 109.62ને પાર કરી ગયા છે, જ્યારે અહીંની જીડીપી પ્રતિ વ્યક્તિ 10550 ડોલર છે. ભારતની સ્થિતિ પણ ઘણી સારી નથી. પ્રતિ લાખ પર 70.8 છે, જ્યારે જીડીપી 6427 પ્રતિ ડોલર છે.

માર્ચમાં એર વિઝ્યુઅલ અને ગ્રીનપીસના રિપોર્ટ પ્રમાણે, 2018માં દુનિયાના દશ સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાંથી સાત શહેર ભારતના છે. જેમાં દિલ્હીની નજીકનું ગુરુગ્રામ સૌથી વધુ પ્રદૂષિત શહેર હતું. ગુરુગ્રામ સિવાયના ત્રણ અન્ય શહેર અને પાકિસ્તાનનું ફૈસલાબાદ ટોચના પાંચ પ્રદૂષિત શહેરોમાં સામેલ છે. ગુરુગ્રામ બાદ ગાઝિયાબાદ,પાકિસ્તાનનું ફૈસલાબાદ, ભારતના ફરીદાબાદ, ભિવાની નોઈડા, પટના, ચીનનું હોટન, લખનૌ અને પાકિસ્તાનના લાહોરનો ક્રમાંક આવે છે.

આવી રીતે ટોચના 20માંથી 18 શહેરો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે. ભારતની રાજધાની નવી દિલ્હી આ યાદીમાં 11મા ક્રમાંકે છે. એર વિઝ્યુઅલ અને ગ્રીનપીસના અહેવાલ મુજબ પીએમ 2.5 પર આધારીત છે. પીએમ 2.5 વાયુમંડલીય કણ પદાર્થને સંદર્ભિત કરે છે, જેમાં 2.5 માઈક્રોમીટરથી ઓછા વ્યાસનો હોયછે. જે માણસના વાળના વ્યાસના લગભગ ત્રણ ટકા છે. પીએમ 2.5નું સ્તર વધારે હોય તો ધુમ્મસ વધી જાય છે અને સ્પષ્ટ દેખાતું પણ ઓછું થઈ જાય છે. આ કણોના હવામાં સ્તર વધવાથી બાળકો અને વૃદ્ધો પર આની ખરાબ અસર પડે છે.

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણના સ્તર પર સુધારાની તમામ કોશિશો કરાઈ રહી છે. પરંતુ સુધારાના સ્થાને સ્થિતિ ખતરનાક થઈ રહી છે. માત્ર દિલ્હી જ નહીં દેશના અન્ય શહેરો પણ આનાથી ગ્રસિત છે. પ્રદૂષિત જીવન જીવવા માટે મજબૂર કરોડો લોકોની જિંદગી હંમેશાથી દાવ પર લાગેલી છે. જો આ સ્થિતિમાં સુધારો કરવામાં નહીં આવે, તો આગામી એક દશકમાં પ્રદૂષણને કારણે સ્થિતિ વિસ્ફોટક બની જશે.

Exit mobile version