Site icon hindi.revoi.in

દિલ્હીમાં હવા પ્રદુષિત બની – એર ક્વોલિટી ઈન્ડેક્સ ગંભીર શ્રેણીમાં 400ને પાર નોંધાયો

Social Share

થોડા દિવસોમાં જ ઠંડીની ઋતુ શરુ થનાર છે ત્યારે દિલ્હીની આબોહવાને લઈને ચિંતા વધી છે,જેમ જેમ શિયાળો નજીક આવી રહ્યો છે તેમ દિલ્હી-એનસીઆરનું હવામાન દિવસેને દિવસે વધુ ખરાબ ગુણવત્તા વાળું નોંધાઈ રહ્યું છે.

શુક્રવારેની સવારે પણ  દિલ્હી-એનસીઆરની હવામાં ઝેરી ઝાકળ ફેલાયેલું જોવા મળ્યું  છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ઘુમ્મસનું પ્રમાણ ખુબ જ વધુ જોવા મળી રહ્યું છે, જેને લઈને લોકોને જોવામાં પણ મુશ્કેલ પડી હતી તો શ્વાસ લેતી વખકે પણ શ્વસન તંત્રમાં ઘુમાડો પ્રસરતો હોય તેમ લોકોને લાગી રહ્યું છે.

દિલ્હીમાં શુક્રવારના રોજ એર ક્વોલિટી ઈન્ડેક્સ 400થી વધુ જોવા મળ્યો છે.જેમાં ઘુમ્મસનું પ્રમાણ ખુબ વધુ હતું , જો કે  ઘુમ્મસ કુદરતી ઘુમ્મસ નહોતુ, પરંતુ પરાળી બાળવામાં આવતા તેનો ઘુમાડો હતો, જે હવામાં ધેર ફેલાવવાની દેહશત ફેલાવી રહ્યો છે,દિલ્હીના ઘણા વિસ્તારોમાં 400 થી વધુ અને મોટાભાગના વિસ્તારોમાં 300 ની ઉપર નોંધાયું છે.

આજે સવારે 6 વાગ્યે દિલ્હીના અલીપુર વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 436 નોંધાયો છે, જે ગંભીર શ્રેણઈ દર્શાવે છે.ત્યારે આનંદ વિહાર વગેરેમાં વાયુ ગુણવત્તા સૂચકાંક 300 ની પાર રહ્યો હતો.

ભારતની અને આસપાસની મુલાકાત લેનારાઓએ એમ પણ કહ્યું હતું કે આજે તેઓને ઈન્ડિયા ગેટ પણ બરાબર જોવા મળતો નથી, જ્યારે ઈન્ડિયા ગેટ આ સ્થાન પરથી દરરોજ સરળતાથી જોઇ શકાય છે.

સાહીન-

Exit mobile version