- એર ઈન્ડિયા બબલ સેવાથી ભારત અને જાપાન જોડાયું
- આ સેવા હેઠળ 16 દેશઓની યાત્રાની પરવાનગી આપવામાં આવી છે
- ભારત સાથે કુલ 16 દેશો યાત્રામાં જોડાશે
નવી દિલ્હી – એર ઈન્ડિયાએ દિલ્હીથી ટોકિયો માટેની એર બબલ શેડ્યૂઅલની જાહેરાત કરી છે, આ જાહેરાત પ્રમાણે એર ઈન્ડિયાની ઉડાન 2 નવેમ્બરથી 28 ડિસેમ્બર 2020 સુધી દિલ્હીથી ટોકિયો માટે ઉડાન ભરશે, આ સાથે જ ટોકિયોથી દિલ્હી માટેની શેડ્યૂલ 4 નવેમ્બરથી 30 ડિસેમ્બર 2020 સુધીની છે.
જાપાનમાં ભારતીય દુતાવાસએ જાણકારી આપી છે, ભારત અને જાપાન એર બબલનો ભાગ છે, દુતાવાસે આપેલી જાણકારી પ્રમાણે, જાપાનમાં ભારતીય દુતાવાસ સાથે યાત્રીઓની નોંધણી કરાવવી જરુરી નથી, અને આ યાત્રા માટેનું બુકિંગ સીધા એરલાઈન્સ સાથે સંબધિત કરવાની રહેશે.
તાજેરતમાં જ ભારત એ આતંરરાષ્ટ્રીય યાત્રાની ઉડાન સેવાના સંચાલન માટે ઓમાન સાથે અલગથી એક એર બબલ વ્યવસ્થા સ્થાપિત કરી હતી,આ સાથે જ ભારત સાથે એર બબલ સેવા શરુ કરનાર ઓમાન 16મો દેશ બન્યો છે. દ્રીપક્ષિય એર બબલ વ્યવસ્થા અંતર્ગત ભારતના લોકો 16 દેશોની યાત્રા કરી શકે છે.
આ 16 દેશોની યાદીમાં અફઘાનિસ્તાન, બહરીન,ભૂટાન,કેનેડા, ફ્રાંસ,ઈરાન, જાપાન, કેન્યા,માલદિવ,નાઈઝિરીયા,ઓમાન,કતર,યુએઈ અને અમેરીકાનો સમાવેશ થાય છે.
આ કરાર વર્તમાનમાં આંતરાષ્ટ્રીય યાત્રાની પરવાનગી આપે છે, આ કરાર હેઠળ બન્ને દેશોની વિમાન સેવા યાત્રીઓને મુસાફરી કરાવી શકે છે.
સાહીન-