Site icon hindi.revoi.in

એર ઈન્ડિયાને એક વર્ષમાં 8 હજાર 400 કરોડનો ફટકોઃ-એર ઈન્ડિયાનું દેવુ 58 હજાર કરોડ રુપિયા

Social Share

હાલ ભારત દેશ આર્થિક મંદીની ઝપેટમાં છે, દેશભરના અનેક ક્ષેત્રોમાં મંદીનો માર જોવા મળે છે ત્યારે એર ઈન્ડિયાની જો વાત કરવામાં આવે તો વર્ષ 2018-19માં એર ઈન્ડિયાને 8 હજાર 400 કરોડની ખોત વર્તાઈ છે,આમ તો એર ઈન્ડિયા છેલ્લા ઘણા સમયથી પૈસાની અછત અને દેવામાં ડૂબી છે, વધુ પડતા સંચાલન ખર્ચ અને ફોરેન એક્સચેન્જ ખોટ વચ્ચે આ કંપનીને ખૂબ મોટુ નુકશાન થવા પામ્યું છે, એર ન્ડિયાને એટલું મોટુ નુકશાન થયું છે કે આ નુકશાનની કિંમતમાં બીજી એક નવી એરલાઈન્સ શરુ થઈ શકે.

ઉલ્લેખનીય છે કે,દેશમાં સફળતા વચ્ચે ચાલી રહેલી એરલાઈન્સ સ્પાઈસજેટનું માર્કેટ કેપિટલ અંદાજે 7,892 કરોડ રુપિયા છે એટલે કે 8 હજાર કરોડ રુપિયાથી ઓછી કિંમતમાં  એરલાઈન્સને ખરીદી શકાય છે,વર્ષ 2018-19માં એર ઈન્ડિયાની કુલ આવક 26 હજાર 400 કરોડ રુપિયા રહી છે, આ સમય દરમિયાન પંકનીએ 4 હજાર 600 કરોડનું સંચાલન નુકશાન ભોગવ્યું પડ્યું છે.વધી રહેલા ઈંધણના ભાવ અને પાકિસ્તાનના ભારતીય વિમાનો માટે હવાઈમાર્ગ બંધ કરવા પછી આ કંપનીને દરરોજ 3 થી 4કરોડનું નુકશાન ભાગવવું પડે છે.

કંપનીના એક વરિષ્ટ અઘિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું કે,જુનથી ત્રણ માસિક સુધી પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાના કરાણે એર ન્ડિયાને 175 કરોડ થી લઈને 200 કરોડનું ભાર નુકશાન થયું છે.

પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાથી જ માત્ર 491 કરોડનું નુકશાન

સરકારી આંકડાઓ મુજબ પાકિસ્તાની એર સ્પેસ બંધ થવાથી એર ઈન્ડિયાને 491 કરોડ રુપિયાનું નુકશાન ભોગવવું પડ્યું છે,ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઈકના મામલે પાકિસ્તાને પોતાના એરસ્પેસ બંધ કરાવ્યા હતા ત્યાર બાદ ફરી કાશ્મીરમાંથી કલમ-370ને નાબૂદ કર્યા પછી બોખલાયેલા પાકિસ્તાને ભારત સાથેના દરેક વ્યાપારીક વ્યવહાર તોડ્યા હતા જેમાં પાકિસ્તાને પોતાના એર સ્પેસ બંધ કર્યા હતા.જેને લઈને ખાનગી એર લાઈન્સને નુકશાન વેઠવું પડ્યુ હતું.જેમાં એરલાઇન્સ સ્પાઇસ જેટ, ઈન્ડિગો અને ગોએરને અનુક્રમે રૂ .30.73 કરોડ, રૂ. 25.1 કરોડ અને 2.1 કરોડનું નુકસાન થયું છે.

આવનાર વર્ષમાં કંપનીને ફરી ફાયદો થઈ શકે છે

આ તમામ કારણો બાદ પણ અધિકારીઓને આશા છે કે વર્ષ 2019-20ના અંત સુધીમાં દેવાદાર બનેલી એર ઈન્ડિયા કંપની ફાયદામાં આવશે,તેમનું કહેવું છે કે, જો ઈંધણની કિંમતમાં વધારો ન થાય અને વિદેશી ચલમમાં વધુ પડતો ઉતાર-ચઢાવ ન આવે તો, એર ઈન્ડિયાને આ વર્ષમાં 700 થી 800 કરોડ સંચાલનનો નફો થઈ શકે છે.એર ઈન્ડિયા હાલમાં 41 ઈન્ટરનેશનલ અને 72 સ્થાનિક લેવલે પોતાની ફ્લાઈટનું સેચાલન કરે છે.

એર ઈન્ડિયાનું કુલ 58 હજાર કરોડ રુપિયોનું દેવું

ઉલ્લેખનીય છે કે,એર ઈન્ડિયા પાછલા વર્ષેથી ઘાટામાં છે તે ઉપરાંત કરોડોનું દેવું પણ ઘરાવે છે,એર ઈન્ડિયાને કુલ 58 હજાર કરોડ રુપિયાનું દેવું થઈ ચૂક્યું છે, આ દેવું ચૂકવવા માટે કંપનીએ વર્ષમાં 4 હજાર કરોડનો ખર્ચ કરવો પડે છે.એર લાઈન્સને ચલાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે . સ્પેશિયલ પર્પઝ વ્હિકલ એર ઇન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડ  ની સ્થાપના કરવામાં આવી છે અને આગામી થોડા અઠવાડિયામાં 22,000 કરોડ રૂપિયાના બોન્ડ ઇશ્યૂ કરવાની તૈયારી ચાલી રહી છે. 7,000 કરોડ રૂપિયાના આ પ્રથમ બોન્ડ 16 સપ્ટેમ્બરના રોજ રજુ કરી શકાય તેવી શક્યતા છે.

Exit mobile version