- કોવેક્સિનના ત્રીજા તબક્કાના પરિક્ષણની તૈયારીઓ શરુ
- એહવાલ ‘એથિક્સ કમિટી’ સમક્ષ રજૂ કરી શકે છે
સમગ્ર દેશમાં કોરોમા મહામારી વર્તાઈ રહી છે ત્યારે દરેક દેશ કોરોના વેક્સિન બનાવવાની હોળમાં લાગ્યા છે,જેમાં ભઆરતમાં બનનારી કોવેક્સિનની અનેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,તો બીજી તરફ તેના ત્રીજા બક્કાના પરિક્ષણને લઈને એઈમ્સ તરફથી તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ હોસ્પિટલ આવતા અઠવિડાની શરુઆતમાં ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોના ‘કોવાક્સિન’ ને સંસ્થાની ‘એથિક્સ કમિટી’ સમક્ષ રજૂ કરી શકે છે. કારણે કે ત્રીજા તબક્કાના પરિક્ષણની મંજુરી મેળવી શકે.
ભારત બાયોટેકને વિતેલા અઠવાડિયે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા તેમના થકી તૈયાર કરાયેલ કોવિડ – 19 વેક્સિનના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી મેળવી હતી. ભારતભરમાં પરીક્ષણો કરવા માટે આયોજીત કરવામાં આવેલા કેન્દ્રોમાં એક દિલ્હી પણ છે.
એઈમ્સ દિલ્હીના કમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફેસર અને ‘કોવાક્સિન’ પરીક્ષણોના મુખ્ય તપાસનીસ ડોક્ટર સંજય રાયે એ બાબતે ખાતરી કરી હતી કે ત્રીજા તબક્કાના પરીક્ષણો માટનો પ્રસ્તાવ રજુ કરવામાં આવી રહ્યો છે, અને થોડા દિવસોમાં અમે તેને મંજૂરી માટે સંસ્થાની ‘એથિક્સ કમિટી’ સમક્ષ રજૂ કરીશું. રાય હોસ્પિટલમાં પણ છે.
કોઈપણ માન્યતાપ્રાપ્ત સ્થળે વેક્સિનનું પરીક્ષણ શરૂ કરવા માટે સંસ્થાની ‘એથિક્સ કમિટી’ ની મંજૂરી લેવી ફરજિયાત છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કે, જે દેશનું બાયોમેડિકલ રિસર્ચ રેગ્યુલેટર છે, તેના દ્રારા નિર્ધારીત નિયમો મુજબ ‘એથિક્સ કમિટી’ માટે જરુરી છે કે, ક્લિનિકલ સંશોધન પર દેખરેખ કરે અને પરીક્ષણ શરૂ કરવાની પરવાનગી આપતા પહેલા કોઈપણ સ્વીકૃત સ્થળ પર પ્રસ્તાવની સંપૂર્ણ સમીક્ષા કરે.
એઈમ્સની આ સમિતિમાં કુલ 15 સભ્યો છે, આ પરવાનગી મળતા 14 થી 15 દિવસ થઈ શકે છે,ડો રાય એ જણાવ્યું કે, આ પ્રસ્તાવ ઓછામાં ઓછો 200-300 પેજનો હશે અને તેને સારી રીતે પસાર કરવામાં થોડા સમય લાગી શકે છે,
સાહીન-