Site icon Revoi.in

અમદાવાદ: AMC દ્વારા ટેસ્ટ વન ટેસ્ટ ઓલ અભિયાન શરૂ, નિ:શુલ્ક કોરોનાના ટેસ્ટ કરાવી શકાશે

Social Share

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ કેસોની સંખ્યા સતત વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને શહેરના ઘણા સ્થળોએ કોરોના ટેસ્ટ કરાવવા માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે. તે ઉપરાંત એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવકુમાર ગુપ્તા દ્વારા ટેસ્ટ વન ટેસ્ટ ઓલની જાહેરાત કરવામાં આવી છે. AMC દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ માટે શહેરના બધા જ ઝોનમાં 100થી વધુ ટેસ્ટિંગ કિઓસ્ક મૂકવામાં આવ્યા છે.

માહિતી અનુસાર, આ ટેસ્ટિંગ કિઓસ્કમાં કોઇપણ વ્યક્તિ કોઇપણ સ્થળે જઇને ટેસ્ટિંગ કરાવી શકશે. આ ઉપરાંત 80 અર્બન હેલ્થ સેન્ટરમાં જઇને લોકો ટેસ્ટિંગ કરાવી શકશે. આ તમામ જગ્યાએ નિ:શુલ્ક ટેસ્ટ કરી આપવામાં આવશે.

શહેરીજનો ટેસ્ટ કરાવીને નિશ્વિંત બને તેવી રાજીવકુમાર ગુપ્તાએ અપીલ કરી છે. AMC અનુસાર સિંધુ ભવન, પ્રહલાદ નગર, એસજી હાઇવે તેમજ રીંગરોડ વિસ્તારમાં કોવિડ-19ની ગાઇડલાઇનના નિયમનું અસરકારક પાલન થતું નથી.

નોંધનીય છે કે અમદાવાદમાં હજુ પણ લોકોમાં કોરોનાની ગાઇડલાઇન્સને લઇને જાગૃતિ જોવા નથી મળી રહી. લોકો વધુને વધુ બેદરકારી દાખવી રહ્યા છે. યુવાનો માસ્ક વિના ફરે છે. યુવાનોના ટોળા જોવા મળે છે. આવા યુવાનોને કોવિડ-19ની ગાઇડલાઇન્સનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. લોકોની બેદરકારીથી સંક્રમણ વધવાનો ખતરો હોવાથી મહાનગરપાલિક વધુને વધુ ટેસ્ટ કરાવવાનો આગ્રહ અને અપીલ કરી રહી છે.

(સંકેત)