Site icon hindi.revoi.in

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: રૂટમાં આઠ પહાડી સુરંગ બનાવાશે

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

અમદાવાદઃ કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને આ અંગે સુત્રોથી જાણકારી મળી રહી છે કે આ બુલેટ ટ્રેનના રૂટ માટે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે  આઠ જેટલી પહાડી સુરંગ બનાવવામાં આવશે. દક્ષિણ ગુજરાતના વાપીમાં એક અને મહારાષ્ટ્રના પાલઘરમાં સાત જેટલા સુરંગ બનાવવામાં આવશે. જેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ ઝડપથી સુરંગની કામગીરી પૂર્ણ કરવાની વિચારણા થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચેના 508 કિમી લાંબા આ રેક કોરિડોરમાં 463 કિમી પર એલિવેટેડ ટ્રેક બનાવવામાં આવશે. લગભગ 21.5 કિમીમાં સમુદ્રી સુરંગ અને આઠ પહાડી સુરંગ બનાવવામાં આવશે. વિરારથી ઠાણે વચ્ચે બનનારી સુરંગ માટે ટનલ બોરિંગ મશીન અને ન્યુ ઓસ્ટિ્રયન ટનલિંગ મેથડનો પ્રયોગ કરી બમણી હાઈસ્પીડ રેલવે માટે પરીક્ષણ અને સંચાલન સહિત સુરંગ નિર્માણનું કાર્ય કરવામાં આવશે.

સમુદ્રમાં આ ટનલ સમુદ્ર અને ભુસ્તરથી 20થી 40 મીટર નીચે પાથરવામાં આવશે. જ્યારે મહારાષ્ટ્ર્રના શિલફાટા અને બાંદ્રા–કુર્લા કોમ્પલેકસ વચ્ચે અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન બનશે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત આઠ પહાડી સુરંગ બનાવવામાં આવશે. દક્ષિણ ગુજરાતના વાપીમાં એક અને મહારાષ્ટ્રના પાલઘરમાં સાત પહાડી સુરંગ બનાવવામાં આવશે. આ સુરંગ માટે ટેન્ડરિંગની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરંગની કામગીરી આગામી 3 વર્ષમાં પૂર્ણ થાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે

Exit mobile version