Site icon hindi.revoi.in

અમદાવાદ: કઠવાડાની ઇંક બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરફાયટરની ટીમ આગ પર કાબૂ મેળવવામાં લાગી

Social Share

અમદાવાદના પિરાણામાં આવેલા કાપડ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી.. હજુ તેની શાહી પણ સુકાઈ નથી.. ત્યાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના કઠવાડા-સિંગરવા રોડ પર આવેલ ફોર્ચ્યુન એસ્ટેટમાં આવેલી સ્કાય ઇંક નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. બનાવની જાણ ફાયર વિભાગને કરતા ફાયર ફાઇટરનો કાફલો અને 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવી રહી છે.

હાલ આ ફેક્ટરીમાં આગ કયા કારણોસર લાગી છે તે અંગે જાણવા મળ્યું નથી અને બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિની પણ જાણકારી મળી નથી. ભીષણ આગ લાગવાના કારણે ફેક્ટરીની નજીક રહેતા લોકો તથા ફેક્ટરીમાં કામ કરતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે જે ચિંતાનો વિષય છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શહેરની પીરાણા-પીપરાજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની કેમિકલ ફેક્ટરીમાં 4 નવેમ્બરે બપોર બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી. આ બ્લાસ્ટની આસપાસ 9 ગોડાઉનને અસર થઇ હતી..

આ ઘટના એક કાપડના ગોડાઉનમાં બની હતી જ્યાં અન્ય 3-4 ઈમારતની છત પણ ધરાશાયી થઈ હતી. પીપળજ-પીરાણા બ્લાસ્ટ કેસમાં તમામ મૃતદેહ બહાર કઢાયા હતા. કુલ 12 મૃતદેહ ફાયરબ્રિગેડ દ્વારા કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 7 પુરુષ અને 5 મહિલાઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

_Devanshi

Exit mobile version