દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે હરિયાણાના મુંખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કાશ્મીરી યૂવતીઓને લઈને જે બયાન પ્યુ હતુ તેની સખત શબ્દોમાં ટીકા કરી છે.સ્વાતિ માલીવાલે કહ્યું કે “ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશ્મીરના લોકોને વિશ્વાસ એપાવવામાં લાગ્યા છે આખો દેશ તમારા સાથે છે, જ્યારે એક આ મુખ્યમંત્રી અપશબ્દો બોલીને હિંસાને વેગ આપી રહ્યો છે ”
દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે હરિયાણાના મુખ્યમંત્રીએ આપેલા વિવાદીત બયાન પર કટાક્ષ કર્યો છે અને કહ્યું કે “આ મનોહર લાલ ખટ્ટરને પોતાના પર શરમ આવવી જોઈએ,મુખ્યમંત્રી સડકછાપ રોમિયોની ભાષા બોલી રહ્યા છે”
માલીવાલે વધુમાં જણાવ્યું હતુ કે “આપણા પ્રધાનમંત્રી મોદીજી કાશ્મીરના લોકોને વિશ્વાસ અપાવી રહ્યા છે કે આખો દેશ તમારા સાથે જ છે તો બીજી બાજુ મંત્રી આવા અપશબ્દોનો ઉપયોગ કરીને હિંસાને બઢાપો આપી રહ્યા છે ,આમ બોલનારા આ મંત્રી સામે તો ફરિયાદ નોંધાવી જોઈએ”.
ઉલ્લેખનીય છે કે લાલ ખટ્ટરે શુક્રવારના રોજ એક ભાષણમાં કહ્યું હતુ કે “કલમ 370 હટતા કાશ્મીરી યૂવતીઓને લગ્ન કરીને લાવી શકાશે,અમારા મંત્રી ઓપી ધનખડ કહતા હતા કે બિહારથી પુત્રવધુ લાવીશું ત્યારે આજકાલ લોકો કહી રહ્યા છે કે રસ્તો સાફ છે હવે કાશ્મીરી યૂવતીઓને લાવીશું ”
ફતેહાબાદમાં ભગવાન મહર્ષિ ભગીરથ જયંતી પર આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે બેટી બચાવો-બેટી પઢાવો અભિયાનની થીમ પર ચર્ચા કરતાં હરિયાણામાં લિંગ રેશિયો 933 હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે જાતિ રેશિયોની ગડબડીથી યૂવતીઓના અભાવ અંગે ચર્ચા કરતા કહ્યું કે અમારા પ્રધાન ઓમ પ્રકાશ ધનખર (હરિયાણાના કૃષિ પ્રધાન) કહેતા હતા કે તેઓ બિહારથી પુત્રવધૂ લઈને આવશે પરંતુ હવે લોકો કહે છે કે કાશ્મીરનો રસ્તો સાફ કરવામાં આવ્યો છે અને હવે અમે કાશ્મીરથી યૂવતીઓ લાવી શકીશું.
જોકે, આ વિવાદિત નિવેદન આપ્યા પછી મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આ વિવાદિત નિવેદનને મજાકમાં ખપાવ્યું હતું ,અને કહ્યું કે આ તો માત્ર એક મજાક છે. હરિયાણામાં લિંગ રેશિયોમાં સુધારો કરવા અંગે તેમણે કહ્યું કે હરિયાણાથી શરૂ થયેલ બેટી બચાવો-બેટી પઢાવો અભિયાનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી સફળ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.