- સજી રહ્યો છે માં વૈષ્ણોદેવીનો દરબાર
- ભક્તોની સુરક્ષા માટે સજ્જડ બંદોબસ્ત
- આતંકિયોના નિશાના પર છે યાત્રા
અમદાવાદ: નવરાત્રી શરૂ થવામાં માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં માતા વૈષ્ણોદેવીના મંદિરે જોર-શોરથી તૈયારીઓ ચાલી રહી છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન આવનાર ભક્તોને કોઈ પણ પ્રકારની પરેશાની ના થાય, તે માટે સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવશે. કોરોના દરમિયાન યોજાનારી આ યાત્રા પર ભક્તોને અતિરિક્ત સાવચેતી રાખવા જણાવ્યું છે.
તો બીજી તરફ,સુરક્ષા દળોના જવાનો કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સંપૂર્ણ તૈયાર છે. કોરોનાવાયરસ મહામારીને લીધે આ વર્ષે નવરાત્રીમાં ફક્ત 7000 યાત્રિકો પ્રતિદિન યાત્રા કરી શકશે.
જાણકારી મળી છે કે, કટરામાં ભક્તોની સુરક્ષા માટે સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આખું ધાર્મિક શહેર ત્રીજી આંખની નજરે રહેશે. આ માટે કટરા ટાઉનમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. જૂના રૂટ સિવાય નવા રૂટ તારાકોટમાં પણ સુરક્ષાની કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સીઆરપીએફની વિશેષ સ્ક્વોડ ક્યૂઆરટી ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ જંગલોથી લઈને રસ્તાઓ પર સંપૂર્ણ તૈનાત છે.
સતત ઇનપુટસ મળી રહ્યા છે કે આતંકવાદીઓ તહેવાર દરમિયાન એક મોટો હુમલો કરી શકે છે. એટલા માટે સુરક્ષા દળો દરેક જગ્યા અને ભવનથી લઈને અર્ધ-કુંવારી બાલગંગા સુધી માતા વૈષ્ણોદેવી ટ્રેક પર પેટ્રોલીંગ કરી રહ્યા છે. ડોગ યુનિટની પણ મદદ લેવામાં આવી રહી છે.
_Devanshi