Site icon hindi.revoi.in

અગસ્તા વેસ્ટલેન્ડ કેસ: દિલ્હી કોર્ટે સુશેન મોહન ગુપ્તાની કસ્ટડીને 23 મે સુધી લંબાવી

Social Share

બહુચર્ચિત અગસ્તા-વેસ્ટલેન્ડ મની લોન્ડ્રિંગ કેસ મામલે દિલ્હી કોર્ટે આરોપી મિડલમેન સુશેન મોહન ગુપ્તાની જ્યુડિશિયલ કસ્ટડીને 23 મે સુધી લંબાવી દીધી છે. આ પહેલા દિલ્હી કોર્ટે ગત ગુરૂવારે 9 મેના રોજ દિલ્હી કોર્ટે અન્ય એક મિડલમેન અને બ્રિટિશર મિશેલ ક્રિશ્ચિયનના બિઝનેસ પાર્ટનર ડેવિડ નાઇજેલ જ્હોન સિમ્સને પણ ફ્રેશ સમન્સ મોકલ્યા હતા.

સ્પેશિયલ જજ અરવિંદ કુમારે કોર્ટ સમક્ષ હાજર થવા માટે સમન્સ મોકલ્યા હતા. સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં આરોપી તરીકે સિમ્સનું નામ છે. સિમ્સ ઉપરાંત અન્ય બે કંપનીઓ ગ્લોબલ સર્વિસિસ FZE અને ગ્લોબલ ટ્રેડર્સ વિરુદ્ધ પણ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. સિમ્સ અને મિશેલ આ બંને કંપનીઓના ડાયરેક્ટર્સ છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે દુબઈથી મિશેલનું પ્રત્યર્પણ કર્યા પછી 22 ડિસેમ્બરના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મિશેલની ધરપકડ કરવામાં આવી હતી.

Exit mobile version