Site icon hindi.revoi.in

કૃષિ અને ગ્રામીણ વિકાસ સોંપાયું એક મંત્રીને, શું માસ્ટરસ્ટ્રોક સાબિત થશે મોદીનું આ પગલું

Social Share

વડાપ્રધાન મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં ગ્રામીણ વિકાસ અને કૃષિ મંત્રાલય નરેન્દ્રસિંહ તોમરને સોંપ્યું છે. આ બંને મંત્રાલયોને જોડવાની એક કોશિશ છે, જેથી અલગતાની પરિસ્થિતિ ન સર્જાય અને કામનો સમન્વય વધુ સારી રીતે થઈ શકે. મોદી સરકારનો ગ્રામીણ વિકાસમાં ટ્રેક રેકોર્ડ સારો રહ્યો છે, પરંતુ તેની સફળતાનો ફાયદો કૃષિ તરીકે નથી મળ્યો. ગ્રામીણ વિકાસ હેઠળ વર્ષ 2014થી 2019 દરમિયાન વડાપ્રધાન આવાસ યોજના-ગ્રામીણ હેઠળ 1.55 લાખ કરોડ ઘર બનાવવામાં આવ્યા. જ્યારે વડાપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ 2.18 લાખ કિલોમીટરનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો.

2 ઓક્ટોબર, 2014થી લઈને સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ 9.58 કરોડ ટોયલેટ બનાવવામાં આવ્યા. ઉજ્જવલા સ્કીમ હેઠળ એપ્રિલ 2015થી અત્યાર સુધી 11.28 કરોડ નવા એલપીજી કનેક્શન વહેંચવામાં આવ્યા. પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના હેઠળ વીજળી વગરના ગ્રામીણ પરિવારો (કુલ 21.45 કરોડમાંથી)ની સંખ્યા 2.63 કરોડમાંથી ઘટીને 18,734 સુધી પહોંચી ગઈ.

પરંતુ, આ બધાની વચ્ચે કૃષિ ક્ષેત્રને એ ફાયદો નથી મળ્યો જે મળવો જોઇતો હતો. ગ્રામીણ વિકાસ પર જે રીતે ફોકસ દેખાયું, ડેડલાઈન નક્કી કરવામાં આવી અને સ્કીમોને લાગુ કરવામાં આવી, એવું ફોકસ અને સ્કેલ કૃષિની સ્કીમ્સમાં ન દેખાયું. જેમકે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાથી ખેડૂતો કરતા વધારે વીમા કંપનીઓને ફાયદો થયો.

જેટલું કંપનીઓને પ્રિમિયમ મળ્યું, તે ક્લેમ ચૂકવણી કરતા વધુ હતો. યોગ્ય સિસ્ટમ અને પાકના નુકસાનનું યોગ્ય આકલન ન થવાના કારણે ક્લેમ ચૂકવણીમાં ખાસો વિલંબ થયો. અન્ય સ્કીમો જેવીકે ઈ-નેમ (આખા દેશના કૃષિબજારોને જોડતું પોર્ટલ), સોઇલ હેલ્થ કાર્ડ્સ, પરંપરાગત કૃષિ વિકાસ યોજના અથવા રાષ્ટ્રીય ગોકુલ મિશનનો પણ જમીન પર ઘેરો પ્રભાવ ન દેખાયો.  

પીએમ નરેન્દ્ર મોદી ભલે 2022 સુધીમાં ખેડૂતોની આવક બેગણી કરવાની વાત કરતા હોય, પરંતુ તેમનો પહેલા કાર્યકાળ એગ્રીકલ્ચર આવક માટે સારો નથી રહ્યો. વર્ષ 2014થી લઇને 2019 સુધી કૃષિ ક્ષેત્રના સકલ મૂલ્યમાં સરેરાશ વાર્ષિક વૃદ્ધિ ફક્ત 2.9 (સ્થિર કિંમતો) ટકા થઇ જ્યારે વર્તમાન મૂલ્યમાં વધારો ફક્ત 7.6 ટકા.

બંને મંત્રાલયોને એક જ મંત્રી ન આપવાથી કામ સારું થશે. તેને સુધારની દિશામાં યોગ્ય પગલું માનવામાં આવી રહ્યું છે. ભલે મનરેગાને ગ્રામીણ યોજના તરીકે જોવામાં આવે છે પરંતુ જો તેને કૃષિ સાથે જોડીને વ્યાપક દ્રષ્ટિકોણથી જોઇએ તો તેણે ખેડૂતોની આવક બમણી કરવાનું કામ કર્યું.

જૂન 2018માં મુખ્યમંત્રીઓના એક સમૂહે ખેડૂતોની આવક વધારવા માટે મીટિંગ કરી હતી. આ પેનલે ભલામણો નીતિઆયોગને સોંપી હતી. માનવામાં આવી રહ્યું છે કે ભલામણો લાગુ કર્યા પછી મોદી સરકારનું 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું પૂરું થઈ શકે છે.

Exit mobile version