1. Home
  2. revoinews
  3. ઉત્તર પ્રદેશ બાદ હવે જુદા-જુદા રાજ્યના આ મહાનગરોમાં પણ લોકડાઉન કરવામાં આવ્યું
ઉત્તર પ્રદેશ  બાદ હવે જુદા-જુદા રાજ્યના આ મહાનગરોમાં પણ લોકડાઉન કરવામાં આવ્યું

ઉત્તર પ્રદેશ બાદ હવે જુદા-જુદા રાજ્યના આ મહાનગરોમાં પણ લોકડાઉન કરવામાં આવ્યું

0
  • ઉત્તર પ્રદેશમાં શનિવાર-રવિવારના રોજ લોકડાઉન કરવાનો નિર્ણય
  • રાજ્યના અનેક મહાનગરોમાં પણ કરાશે લોકડાઉન
  • મહારાષ્ટ્રના પૂણેમાં પણ લોકડાઉન કરાશે
  • મેધાલયની રાજધાની શિલોન્ગમાં પણ બે દિવસ લોકડાઉન

સમગ્ર દેશમાં કોરોનાના કેસો ખુબ જ ઝડપથી વધી રહ્યા છે,કોરોનાના ફેલાતા સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્રારા માર્ચ મહિનાથી લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો હતો ત્યાર બાદ લોકડાઉનને અનલોક-નામ આપીને થોડી છૂટછાટ સાથે ખુલ્લુ મુકાયુ હતું અને પછી લોકડાઉન બાદ કોરોનાના કેસો સતત સામે આવી રહેલા જોવા મળે છે,ત્યારે ફરી એકવાર અનેક મહાનગરોમાં લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉત્તર પ્રેદશમાં દરેક શનિવાર અને રવિરારના રોજ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,ત્યારે મનહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને જોતા પૂણે મગહાનગરમાં પણ લોકડાઉન 23 જુલાઈ સુધી લાગુ કરવામાં આવ્યું છે .

જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં આજથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે,વહીવટતંત્રનું કહેવું છે કે,છેલ્લા બે અઠવાડીયાથી ખીણ વિસ્તારમાં કોરોનાના કારણે મોતનો આકંડો વધી રહ્યો છે,જેના કારણે અધિકારીઓ દ્રારા લોકડાઉન કરવાની અપીલ કરવામાં આવી હતી,આ અપીલ મુજબ અહી લોકડાઉન કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે,મુંબઈ સિવાય પૂણેમાં પણ કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે,જેથી પૂણે વહીવટતંત્રએ આજથી લઈને 23 જુલાઈ સુધી લોકડાઉન કરવાનું એલાન કર્યું છે.જેમાં 14 થી 18 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે,અને ત્યાર બાદ 19 થી 23 સુધી થોડી છૂટછાટ આપવામાં આવશે.

બીજી તરફ કર્ણાટકની રાજધાનીમાં પણ કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે રાજ્ય સરકાર દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 14 જુલાઇના રાત્રે 8 વાગ્યાથી લઈને 22 જુલાઈના રોજ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન લાગુ કરવામાં આવશે. આ સમય દરમિયાન આવશ્યક સેવાઓ સિવાય કોઈને પણ છૂટ આપવામાં આવશે નહીં.તે સાથે જ અનેક નિયમોનું પણ પાલન કરવાનું રહેશે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.