Site icon hindi.revoi.in

આંધ્ર પ્રદેશમાં શાળાઓ ખુલ્યા બાદ વિદ્યાર્થીઓ-શિક્ષકો કોરોના સંક્રમિત – શિક્ષણ કમિશનરએ આ અંગે કહ્યું , આ સંખ્યા 0.1 ટકા પણ નથી

Social Share

દેશમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધતા શાળા,કોલેજો અને યૂનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યાર બાદ થોડા જ દિવસો પહેલા અનેક રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓ ખોલવામાં આવી હતી જેમાં આંઘ્ર પ્રદેશમાં 9માં અને 10માં ના વર્ગો બીજી નવેમ્બરના રોજ ફરીથી ખોલવામાં આવ્યા હતા, ત્યાર બાદ ત્રણ દિવસો પછી કુલ 262 જેટલા વિદ્યાર્થીઓ અને 160 શિક્ષકો કોરોના સલંક્રમિત થયેલા મળી આવ્યા હતા.

શાળા શિક્ષણ કમિશનર એવા વી.ચિન્ના વીરભદ્રુદુ એ ગુરુવારના રોજ આ અંગે જાણકારી આપી હતી, તેમણે કહ્યું કે શાળામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યાની તુલનામાં સંક્રમિત વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતાજનક નથી. તેમણે કહ્યું કે, દરેક સંસ્થામાં કોવિડ -19 સુરક્ષાના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવિત પગલા લેવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે 4 નવેમ્બરના રોજ લગભગ ચાર લાખ વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા. સંક્રમિત વિદ્યાર્થીઓની સંખ્યા 262 છે, જે ચાર લાખ વિદ્યાર્થીઓમાં 0.1 ટકા પણ નથી. માટે એમ કહેવું યોગ્ય ન કહેવાય કે, શાળાએ જતા વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો છે. અમે પૃષ્ટી કરી છે કે દરેક વર્ગમાં માત્રને માત્ર 15 થી 16 જેટલા જ  વિદ્યાર્થીઓ હાજરહોય  છે. આ ચિંતાનો વિષય નથી.

હાલ આ રાજ્યમાં 9.75 લાખ વિદ્યાર્થીઓએ નવમા અને દસમા વર્ગમાં આવવા માટે  નોંધણી કરાવી છે. જેમાંથી 3.93  લાખ વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા. આ સાથે જ કુલ ૧.૧૧ લાખ શિક્ષકોમાંથી 99 હજારથી વધુ શિક્ષકોએ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ભણાવે છે. કુ 1.11 લાખ શિક્ષકોમાંથી  માત્રને માત્ર 160 જેટલા શિક્ષકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.તેમણે કહ્યું કે શાળાઓ બંધ થતાં ગરીબ વિદ્યાર્થીઓને સૌથી વધુ તેની અસર થઈ હતી કારણ કે ઓનલાઇન વર્ગો થકી તેઓ જોડાઈ શકતા નહોતા.

સાહીન-

 

 

Exit mobile version