
કોરોના વાયરસ બાદ હવે અમેરીકામાં જોવા મળી આ નવી બિમારી-લોકોને એલર્ટ કરાયા
કોરોના વાયરસની મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે,ત્યારે હવે અમેરીકામાં એક નવી બિમારીએ જન્મ લીધો છે,આ બિમારી મુજબ અમેરીકા સ્થિત કોલોરોડો રાજ્યોમાં એક ખિસકોલીને બ્યુબોનિક પ્લેગનો ચેપ લાગ્યો હોવાની માહિતી બહાર આવી છે.
ખિસકોલીને લાગેલો બ્યુબોનિક પ્લેગના ચેપ બાદ સમગ્ર તંત્રએ આસપાસના રહેવાસીઓ અને સ્થાનિક લોકોને એલર્ટ કર્યા છે,આ સાથે તમામ લોકોને અનેક જીવો જેવા કે ઉંદર,ખિસકોલી કે નોળીયાથી દુરી રાખવાના સુચનો જારી કર્યો છે,અમેરીકાના આ રાજ્યમાં હવે આ ચેપને લઈને સતત ચિંતા વ્યાપી છે
અનેક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ખિસકોલીમાં મળી આલેવો આ પ્લેગ રોગ આમ તો સામાન્ય રીતે ઉંદરોમાં જોવા મળતો હોય છે, યર્સિનિયા પેસ્ટિસ નામના બેક્ટેરિયાથી પ્લેગ નામક આ રોગ ફેલાય છે,આ રોગ ફેલાતા જ માવનને ચેપ લાગે છે અને સમયાતંરે તે રોગ માનવ ફેફડા,અને લોહી પર અસર કરે છે તેના પર હુમલો કરે છે, જેના કારણે સમગ્ર શરિર પીડાથી પીડાઈ છે અને છેવટે આ અસહ્ય પીડાના કારણે માનવ શરીરમાં તાવના લક્ષણોનો જન્મ થાય છે પરિણામે ભયાનક તાવ આવતો હોય છે.આ ચેપ દિવસો જતા જાનલેવા પણ સાબિત થાય છે,પ્લેગ બિમારી ઉંદરોમાંથી માનવ શરીરમાં પ્રવેશી શકે છે.
જો ઉંદરોમાં આ પ્લેગ ફેલાય અને ઉંદરો મૃ્ત્યુ પામવા લાગે ત્યારે તેનો ચેપ માનવ શરીરમાં પ્રવેશતા અંદાજે 3 અઠવાડીયા જેટલો સમય લાગે છે,વિતેલી સદીમાં આ પ્લેગ નામક રોગની મહામારી ફેલાયેલી જોવા મળી હતી જેને લઈને કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હતા,પ્રથમ વખત છઠ્ઠીથી આઠમી સદીમાં તેના સંક્રમણથી પાંચ કરોડ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
સાહીન-