1. Home
  2. revoinews
  3. ચાઈનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ બાદ હવે ‘ઝૂમ એપ’ પર બંધ થઈ શકે છે શિક્ષણ
ચાઈનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ બાદ હવે ‘ઝૂમ એપ’ પર બંધ થઈ શકે છે શિક્ષણ

ચાઈનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ બાદ હવે ‘ઝૂમ એપ’ પર બંધ થઈ શકે છે શિક્ષણ

0

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને કારણે સ્કૂલ-કોલેજો બંધ રાખવામાં આવી છે. તેમજ હાલ રાજ્યની મોટાભાગની ખાનગી શાળાઓ બાળકોને ઓનલાઈન શિક્ષણ આપી રહી છે. અમદાવાદ શહેરની અનેક સ્કૂલ ઝૂમ એપ મારફતે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપે છે. જો કે, દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે 59 જેટલા ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યારે ઝૂમ એપ પણ ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશન છે. જેથી અમદાવાદની કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ માટે ઝૂમ એપનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. પરંતુ કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓ માટે હજુ સુધી શાળાઓ શરૂ કરવામાં આવી નથી. પરંતુ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અનેક ટ્યુશન સંચાલકો પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવી રહ્યાં છે.

અમદાવાદની મોટાભાગની સ્કૂલ અને ટ્યુશન સંચાલકો અત્યારે ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશન ઝૂમ મારફતે વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. આ એપ્લિકેશનમાં એક સાથે 100 વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પુરુ પાડવામાં આવે છે. પરંતુ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે સુરક્ષાના કારણોસર ભારત સરકારે ટીકટોક સહિત 59 એપ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ યાદીમાં ઝૂમ એપનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પરંતુ શાળા સંચાલકો પણ સરકારના સમર્થનમાં આવ્યાં હોય તેમ ઝૂમ એપનો બહિષ્કાર કરી રહ્યાં છે. ત્યારે કેટલીક શાળાઓએ ઝૂમ એપ મારફતે શિક્ષણ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ કેટલીક શાળાઓએ બે દિવસ માટે ઓનલાઈન એજ્યુકેશન બંધ પણ કર્યું હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ઓનલાઈન એજ્યુકેશન માટે નવું પ્લેટફોર્મ શોધવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે ઝૂમ એપ અંગે અગાઉ એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં આ એપના વપરાશને શક્ય હોટ એટલો ટોળવાની અપીલ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.