અમદાવાદ: થોડા દિવસો પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા કોરોનાવાયરસની વેક્સિન બનાવી લીધી હોવાની ઘોષણા કરવામાં આવી હતી. કોરોનાવાયરસની વેક્સિનનું ફાઈનલ ટ્રાયલ કેટલાક દેશોમાં ચાલી રહ્યું છે ત્યારે ચીન પણ ટૂંક સમયમાં આ પ્રકારને ઘોષણા કરી શકે તેમ છે.
મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર ચીનની સિનોવૈક બાયોટેક લીમીટેડ કંપનીએ મંગળવારે કોરોનાવાયરસનું અંતિમ પરીક્ષણ શરૂ કર્યું છે અને જલ્દીથી ઘોષણા કરી શકે છે. જો કે WHOના કહેવા પ્રમાણે ચીનની આ કંપની કોરોનાવાયરસની રસી શોધવામાં આગળ છે.
સિનોવૈક કંપનીએ ઈંડોનેશિયામાં 1620 લોકો પર પરીક્ષણ કરી રહ્યું છે અને આ વેક્સિનને ઈંડોનેશિયાની સરકારી કંપની બાયો ફાર્મા સાથે મળીને બનાવી રહી છે. કોરોનાવૈકનું અંતિમ પરીક્ષણ બ્રાઝીલમાં ચાલી રહ્યું છે અને તે બાદ બાંગ્લાદેશમાં પણ પરીક્ષણ કરવામાં આવી શકે તેમ છે. ચાઈનીઝ મીડિયાના કહેવા પ્રમાણે જો આનું પરીણામ સકારાત્મક આવશે તો જલ્દીથી આનું પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવશે.
સૌથી મહત્વનું તે છે તે ચીન પર કોરોનાવાયરસને ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યા છે અને ચીન દ્વારા જો કોરોનાવાયરસની દવા વેંચવામાં આવે તો અન્ય દેશોએ ચીન પર વિશ્વાસ કરાય ખરો.? વિશ્વના દેશોએ તે વાત પણ ન ભૂલવી જોઈએ કે જ્યારે સમગ્ર વિશ્વના દેશો કોરોનાવાયરસની મહામારી વિરુદ્ધ લડી રહ્યા હતા ત્યારે ચીન પોતાની તાકાત બતાવીને કેટલાક દેશોને ધમકી પણ આપી રહ્યું હતુ.
જે દેશમાં કોરોનાવાયરસની બીમારી સૌપ્રથમ બહાર આવી હતી તે દેશમાં હાલ કોરોનાવાયરસના કેસનાં આંકડા બહાર આવતા નથી અને વાતાવરણ એવું બતાવે છે કે હવે ત્યાં લોકો કોરોનાવાયરસથી સંક્રમિત થતા નથી. તમામ દેશોના આટલા પ્રયાસ બાદ પણ કોરોનાવાયરસના સંક્રમણને રોકવામાં પુરેપુરી સફળતા મળી નથી તો ચીનમાં કોરોનાવાયરસના કેસ સામે આવી રહ્યા છે કે નહીં તે પણ શંકા ઉભી કરે છે.
_Vinayak