Site icon hindi.revoi.in

ચીન સાથે ફરી તણાવ બાદ લદ્દાખના ઉપરાજ્યપાલ દિલ્હી પહોંચ્યા-ગૃહ રાજ્યમંત્રી સાથે કરી મુલાકાત

Social Share

લદ્દાખ અને ભારત તણાવ વચ્ચે લદ્દાખના ઉપરાજ્યપાલ રાઘા કૃષ્ણ દિલ્હીના નોર્થ બ્લોકમાં આવી પહોંચ્યા છે,આ સમયગાળા દરમિયાન તેમણે ગૃહ રાજ્યમંત્રી કૃષ્ણ રેડ્ડી સાથએ મુલાકાત કરી હતી, મળતી માહિતી મુજબ આ બન્ને મંત્રીઓ વચ્ચે લદ્દાખ સીમા પર ચીનના સૈનિકોની હલનચલન વિશે વાત થઈ  શકે છે.

ભારતે પૂર્વી લદ્દાખના પેંગોંગ તળાવ વિસ્તારમાં યથાસ્થિત બદલવાને લઈને ચીનની સેનાની ઘુસણખોરીને નિષ્ફળ બનાવી છે. જો કે, બંને તરફથી સેનાને જાનહાનિ થઈ છે કે નહી તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી, આ મુદ્દાના નિરાકરણ માટે હાલ ચૂશુલમાં બ્રિગેડ કમાન્ડર-કક્ષાની બેઠક ચાલી રહી છે.

રક્ષા મંત્રાલયે જારી કરેલા નિવેદન મુજબ, આ ઘટના શનિવાર અને રવિવારની રાતની છે. હવે ચીન અને ભારત પૂર્વ લદ્દાખમાં વિવાદીત સીમા મુદ્દાને ઉકેલવા માટે રાજદ્વારી અને સૈન્ય વાટાઘાટો કરી રહ્યા છે. સૈનાએ આપેલા નિવેદન પ્રમાણેસ, નિવેદનમાં, 29 ઓગસ્ટ અને 30 ઓગસ્ટની રાત્રે, પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ પૂર્વી લદ્દાખમાં અગાઉની સર્વસંમતિનું ઉલ્લંઘન કર્યું હતું અને સ્થિતિને બદલવા લશ્કરોએ ઘૂસપેઠ કરી હતી.

સેનાએ કહ્યું કે, ભારતીય સૈનિકોએ પેંગોંગ તળાવની નજીક ચીની સેનાની ગતિવિધિને નિષ્ફળ કરી. આ ઉપરાંત આપણી સ્થિતિને મજબૂત કરવા અને ચીની ઇરાદાઓને નિષ્ફળ બનાવવા માટે પણ પગલા લેવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ એમ પણ કહ્યું હતું કે, વાતચીત દ્વારા શાંતિ જાળવવા માટે તેઓ હાલ કટિબદ્ધ છે, પરંતુ  આપણી પ્રાદેશિક અખંડિતતાની સુરક્ષા માટે પણ અમે તૈયાર છે.

સાહીન-

Exit mobile version